જન્મ આપનાર જ ભગવાન, ગુજરાતના આ જિલ્લામાં છે અનોખું માતા-પિતાનું મંદિર, જુઓ તસવીર

દરેક સંતાનને જન્મ થી સફળતા સુધી પહોંચાડવા માટે માતા પિતાનો મોટો હાથ હોય છે. મહત્વનું છે કે આ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. હાલના સમયમાં લોકો ભગવાનને પૂજે છે. પરંતુ માતાપિતાના પ્રેમ અને આદર માં ઉછરેલા આ વ્યક્તિએતો માતાપિતાનું મંદિર જ બનાવી દીધું છે.

Manish Trivedi
| Edited By: | Updated on: May 17, 2024 | 6:57 PM
એક એવું મંદિર જ્યાં નથી કોઈ દેવી કે દેવતા, જ્યાં નથી થતું કોઈ પૂજન કે અર્ચન, જ્યાં નથી થતા ધૂપ કે પ્રગટાવતા દીવા.. છતાં મળે છે ખોબો ભરીને અંતરના આશિર્વાદ...

1 / 7
આ મંદિર છે માતા-પિતા મંદિર. અમદાવાદના સિટી સિવિલ કોર્ટમાં સિનિયર એડવોકેટ હરેશ શાહ અને શેર બ્રોકર દિપક શાહે માતા- પિતાની સ્મૃતિમાં  પોતાના ઘરે આ મંદિર બનાવ્યું છે. તેઓ માને છે કે જો ઘરમાં મંદિર હોય તો એ ફક્ત "માતા-પિતા" નું જ હોય. હરેશભાઈ પોતાની લાગણી વ્યક્ત કરતા કહે છે મારા શરીરના પ્રથમ અણુનું નિર્માણ જ જો માતાના ઉદરમાં થયું હોય અને લોહીના દરેક ટીપાનું સિંચન મારી માતા દ્વારા થયું  હોય તો મારા ભગવાન જ મારા માતા હોય.

2 / 7
પિતાએ પોતાના પરસેવાની કમાણીનો ઉપયોગ મારા જીવનની પ્રથમ વસ્તુ ખરીદવા માટે આપ્યો હોય એ લાગણી કેમ ભુલાય. મારા જન્મના પ્રથમ દિવસથી શરૂ કરીને આજીવન માતા-પિતાએ મારા ઉછેર માટે પોતાના સુખ અને લાગણીઓને બાજુ પર રાખી મારા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. માટે ઘરમાં મંદિર તો માતા-પિતા નું જ હોય તેવું તેમનું કહેવું છે.

3 / 7
માતા-પિતા પોતાના બાળકો માટે જે પણ કરે છે કે આપે છે એ કોઈપણ સ્વાર્થ વગર આપે છે, કશું માગ્યા વગર આપે છે, સમજીને આપે છે. માટે મા-બાપથી વિશેષ આ દુનિયામાં બીજું કશું હોય જ ન શકે.

4 / 7
તેમનું કહેવું છે કે, આ મંદિર પોતાના જન્મદાતાઓ માટેનું મંદિર છે. તેમના આશીર્વાદ નું મંદિર છે. તેમની આસ્થા માટેનું મંદિર છે. આ મંદિરમાં આવીને તમે દર્શન કરશો તો તમને તમારા માતા પિતાના દર્શન થશે. માતા પિતાએ કરેલા ઉપકારના આપણે આજીવન ઋણી છીએ. આ ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ.

5 / 7
સમગ્ર વિશ્વને આ સંદેશો આપવા માટે અને આપણે માતા-પિતા ને આપણા ઘરમા અને આપણા હૃદયમાં સન્માનપૂર્વક દરજ્જો આપી શકીએ આ શુભ ઉદ્દેશ્યથી હરેશભાઈ અને દિલીપભાઈએ આ મંદિર બનાવ્યું છે.

6 / 7
12 ફૂટ ઊંચા અને 6 ફૂટ પહોળા આ અષ્ટકોણીય મંદિરને બનતા 11 મહિનાનો સમય લાગ્યો હતો. તેમના આર્કિટેક્ચર મિત્ર જીગ્નેશભાઈ સાથે મળીને ફાઇબર ગ્લાસ અને કાંસામાંથી માતા-પિતાની મૂર્તિ અને મંદિર ડિઝાઇન કરવામાં આવ્યું છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી એક વ્યક્તિ વિશેષ અથવા બાળકોના માતાપિતા પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે. કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ આશય નથી.

7 / 7
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">