Budget 2025: બજેટમાં TDS અને TCS માં શું ફેરફાર કરવામાં આવ્યા- જાણો
Budget 2025: કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં TDS (Tax Deducted at Source) અને TCS (Tax Collected at Source) ને સરળ અને વધુ સુગમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સુધારાઓનો હેતુ મધ્યમ વર્ગ, વરિષ્ઠ નાગરિકો, નાના વેપારીઓ (MSME), અને સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સ પ્રણાલીને સરળ બનાવવાનો છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે નાના કરદાતાઓને રાહત આપવા માટે TDS અને મર્યાદામાં સુધારા કરાયા છે. TDS માટે નવા સિમિત પ્રમાણો અને સ્લેબ અપડેટ કરાયા.

Senior Citizens માટે બૅન્કના વ્યાજ પર TDS ની મર્યાદા ₹50,000 થી વધારી ₹1,00,000 કરવામાં આવી છે.

ભાડા (Rent) પર TDS મર્યાદા વધારાઈ: ભાડા (Rent) પર TDS મર્યાદા ₹2.40 લાખથી વધારી ₹6 લાખ સુધીની છૂટ મળશે. અગાઉ ₹2.40 લાખ સુધીના ભાડા પર TDS લાગતો ન હતો. હવે આ મર્યાદા ₹6 લાખ કરવામાં આવી છે. નાના ગૃહમાલિકો અને ભાડુઆતોને આનાથી મોટી રાહત મળશે.

Liberalized Remittance Scheme (LRS) હેઠળ વિદેશમાં પૈસા મોકલવા માટે TCS (Tax Collected at Source) ની મર્યાદા ₹7 લાખથી વધારી ₹10 લાખ. અગાઉ ₹7 લાખ સુધી વિદેશમાં પૈસા મોકલવા પર TCS લાગતો ન હતો. આ મર્યાદા ₹10 લાખ સુધી વધારવામાં આવી છે.

TCS શિક્ષણ માટે લીધેલા એજ્યુકેશન લોન પર સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. વિદેશી ધિરાણ અને ભણતરના ખર્ચ માટે TCS મર્યાદા વધારાઈ છે.

TDS/TCS કાનૂની સરળતા માટે મોટાં સુધારા, કર કપાત (Tax Deduction) ની જટિલતાઓ ઘટાડવા માટે નવા નિયંત્રણો લાગુ કરવામાં આવશે. સરકારી યોજનાઓ અને રોકાણમાં TDS ના નિયમોમાં સુધારો, જેથી નાણાકીય વ્યવહારો સરળ બને.

ડિજિટલ પેમેન્ટ અને ઇ-કોમર્સ માટે TDS પ્રણાલીને વધુ સરળ બનાવવામાં આવી છે.

MSME અને સ્ટાર્ટઅપ્સ માટે મોટા સુધારા કરવામાં આવ્યા છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે TDS/TCS વ્યવસ્થા સરળ કરવામાં આવી છે. પ્રથમવાર ઉદ્યોગસાહસિકો (First-time Entrepreneurs) માટે વધુ નીતિગત સહાય.E-ફાઈલિંગ અને TDS/TCS વિવાદ નિવારણ માટે ડિજિટલ સુધારા કરવામાં આવ્યા છે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































