Corporate Tax: વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સમાં કરમાં રાહત, રોજગાર અને રોકાણને પ્રોત્સાહન મળશે, જુઓ વીડિયો
નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે વિદેશી કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ 40 થી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે. એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવી રહ્યો છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તેને નાબૂદ કરવામાં આવી રહ્યો હોવાનું પણ કહ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે વિદેશી કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ 40 થી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે. એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવી રહ્યો છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તેને નાબૂદ કરવામાં આવી રહ્યો હોવાનું પણ કહ્યું છે.
રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સને ઘટાડવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું હતુ કે, આપણી વિકાસની જરુરિયાતોને માટે વિદેશી મૂડીને આકર્ષવા માટે, તેઓ વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સના દરને 40 થી ઘટાડીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. આવકવેરા અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે 50 હજારથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આનો ફાયદો ફક્ત નવા ટેક્સ સિસ્ટમમાં હોય તેવા લોકોને જ મળશે.