Budget 2025 : AI એજ્યુકેશનમાં નવી ક્રાંતિ, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ભારતને વૈશ્વિક AI હબ બનાવશે
બજેટ 2025માં ભારત સરકારે AI શિક્ષણ માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી. આ પહેલનો ઉદ્દેશ્ય AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સંબંધિત શિક્ષણ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સેન્ટર વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને AI ક્ષેત્રમાં અત્યાધુનિક કૌશલ્યો પ્રદાન કરશે અને ઉદ્યોગોમાં તેની ઉપયોગિતાને પ્રોત્સાહન આપશે.

સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એજ્યુકેશન માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાની જાહેરાત કરી છે. સેન્ટર ઓફ એક્સલન્સ સેન્ટરનો ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એજ્યુકેશનમાં AI આધારિત નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ માટે કુલ રૂપિયા 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

શિક્ષણ ક્ષેત્રમાં AI ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થશે. AI-આધારિત વ્યક્તિગત શિક્ષણ (personalized learning solutions) વિકસાવવામાં આવશે. ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. ટીચર્સ અને સ્ટુડન્ટ્સને અત્યાધુનિક AIસંશાધનોનો ઉપયોગ કરવામાં વધુ સફળતા મળશે.

બજેટ 2025માં ભારત સરકારે AI એજ્યુકેશન માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની મોટી જાહેરાત કરી છે. આ પગલું ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કડી બનશે.

સેન્ટર ઓફ એક્સેલન્સના આ સેન્ટરો દેશભરના યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં AI શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે સજ્જ હશે. AI સાથે જોડાયેલી નવી ટેકનોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામોને આગળ ધપાવવું એ સેન્ટર ઓફ એક્સેલન્સનું મુખ્ય ઉદ્દેશ છે.

AIના ક્ષેત્રમાં કૌશલ્ય અને જ્ઞાનમાં વધારો કરીને ભારતની ટેકનોલોજી અને પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો ભારત સરકારનો આ પ્રયાસ છે. (All Photo Credit : PTI / GETTY)
બજેટ 2025 સાથે જોડાયેલ તમામ સમાચારો વાંચવા કરો ક્લિક






































































