ઈન્સ્યોરન્સ

ઈન્સ્યોરન્સ

ભવિષ્યમાં કોઈપણ નુકસાનની શક્યતાનો સામનો કરવા માટે વીમો એક અસરકારક શસ્ત્ર છે. આપણને ખબર નથી કે આવતીકાલે શું થશે, તેથી આપણે વીમા પૉલિસી દ્વારા સંભવિત ભાવિ નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરીએ છીએ.

વીમો એટલે જોખમ સામે રક્ષણ. જો કોઈ વીમા કંપની કોઈ વ્યક્તિનો વીમો લે છે, તો વીમા કંપની તે વ્યક્તિ દ્વારા ભોગવવામાં આવેલ નાણાકીય નુકસાનની ભરપાઈ કરશે.

તેવી જ રીતે, જો વીમા કંપનીએ કાર, ઘર અથવા સ્માર્ટફોનનો વીમો કરાવ્યો હોય, તો તે વસ્તુ તૂટવા, નુકશાન થવા કે તેમાં ખામી સર્જાવાના કિસ્સામાં, વીમા કંપની તેના માલિકને પૂર્વ નિર્ધારિત શરતો મુજબ વળતર આપે છે.

વીમો વાસ્તવમાં વીમા કંપની અને વીમાધારક વ્યક્તિ વચ્ચેનો કરાર છે. આ કરાર હેઠળ, વીમા કંપની વીમાધારક પાસેથી એક નિશ્ચિત રકમ (પ્રીમિયમ) લે છે અને વીમાધારક વ્યક્તિ અથવા કંપનીને પૉલિસીની શરતો અનુસાર કોઈપણ નુકસાનના કિસ્સામાં વળતર ચૂકવે છે.

વીમાના કેટલા પ્રકાર છે? સામાન્ય રીતે બે પ્રકારના વીમા હોય છે. જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં વ્યક્તિના જીવનનો વીમો લેવામાં આવે છે. જ્યારે
સામાન્ય વીમામાં વાહન, મકાન, પશુ, પાક, આરોગ્ય વીમો વગેરેનો સમાવેશ થાય છે.

Read More

LICની શાનદાર સ્કીમ…દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને મેળવો 25 લાખ રૂપિયા

LIC પાસે તમામ વય જૂથોના લોકો માટે યોજનાઓ છે, જેમાં તમે નાની રકમનું રોકાણ કરીને પણ મોટું ભંડોળ એકઠું કરી શકો છો. આવી જ એક યોજના છે LIC ની જીવન આનંદ પોલિસી, જેમાં તમે દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા મેળવી શકો છો. આ લેખમાં તેના વિશે સંપૂર્ણ વિગતો જાણીશું.

માત્ર એક ચિઠ્ઠીને કારણે જીવન વીમા અને મેડિક્લેમ પ્રીમિયમ થઇ શકે છે સસ્તા, જાણો કારણ

મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા GST વ્યવસાયના આ ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે, જે સામાજિક રીતે જરૂરી છે.

Rajkot : જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર, વીમા કવચ 7.50 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય, જુઓ Video

રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લોકમેળા અમલીકરણની બેઠક મળી છે. જેમાં મોટા અને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સુરક્ષાની બાબતો પર વિષેશ ધ્યાન આપવામાં આવ્યુ છે.

Wedding Insurance policy : હવે લગ્નપ્રસંગ પર મળશે વીમો, જાણો કેમ છે ખાસ?

લોકોને લગ્નમાં જવું ખૂબ ગમે છે જોકે તે માત્ર બે લોકોનું મિલન નથી, પરંતુ તેમાં સામાજિક ઘડતર, વિચારો અને વર્તનનો પણ સમાવેશ થાય છે. ખરેખર, લગ્ન એ કુટુંબ અને સમાજ બનાવવાનું શરૂઆતનો પાયો કહી શકાય છે. અહીંથી સમાજનું નિર્માણ થાય છે. પરંતુ બે લોકોના મળવાના ઉત્સાહમાં આ બધી વાતો ક્યાંક છુપાયેલી રહે છે.

ATM માંથી રોકડ ઉપાડનારાઓને મળે છે મફતમાં 10 લાખનો વીમો, તમે આ રીતે મેળવી શકો છો લાભ

બેંક જ્યારે ગ્રાહકને ડેબિટ/એટીએમ કાર્ડ જાહેર કરે છે ત્યારે તરક જ ગ્રાહકને દુર્ઘટના વીમો મળે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, પર્સનલ એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ (મૃત્યુ) નોન એર બીમા ડેબિટ કાર્ડ ધારકને અકાળ મૃત્યુ સામે કવર પૂરું પાડે છે.

હોસ્પિટલમાં દાખલ નહીં થાવ તો પણ કરી શકશો હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ, જાણો કેવી રીતે

જો તમે સ્વાસ્થ્ય વીમો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં OPD લાભો જેવી યોજનાઓ ઉમેરવી જોઈએ. વીમા નિષ્ણાતોનું કહેવું છે કે વધતી જતી મોંઘવારીને જોતા વ્યક્તિએ ઓછામાં ઓછી 10 લાખ રૂપિયાની વીમા યોજના ખરીદવી જોઈએ. જો તમે તમારા પરિવાર સાથે ફ્લોટર પ્લાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વીમા નિષ્ણાત સાથે વાત કરવી જોઈએ.

માત્ર 75-75 રૂપિયાનું LICમાં રોકાણ કરી આટલા સમયમાં ભેગું થશે 14 લાખ રૂપિયાનું ફંડ, અહીં જાણો સંપૂર્ણ વિગત

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક એવી સંસ્થા છે જે ખૂબ જ વિશ્વસનીય વીમા કંપની છે. આ વીમા કંપની સાથે કરોડો લોકો જોડાયેલા છે અને એક પછી એક પોલિસીનો લાભ લઈ રહ્યા છે. દર વખતે આ કંપની માર્કેટમાં અલગ-અલગ પોલિસી લાવે છે અને આ વખતે અમે જે પોલિસી વિશે વાત કરી રહ્યા છીએ, તમે તેને ઓછા રોકાણ સાથે શરૂ કરી શકો છો અને તેનું વળતર સાંભળીને તમને આશ્ચર્ય થશે.

ખુશખબર: હેલ્થ ઇન્સ્યોરન્સના બદલાયા નિયમો, હવે 65 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકો પણ લઈ શકશે નવી પોલિસી

દેશના વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAIએ એક મોટી જાહેરાત કરી છે. હવે લોકો 65 વર્ષની ઉંમર પછી પણ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી શકશે. ચાલો સમજીએ કે નિયમોમાં શું ફેરફારો થયા છે.

LIC પોલિસી લેવાનું વિચારો છો તો સારા સમાચાર, લોન્ચ થઈ નવી Index Plus પોલિસી, બમ્પર રિટર્નની સાથે મળશે લાઈફ ઈન્સ્યોરન્સ

6 ફેબ્રુઆરીથી આ પોલિસીમાં રોકાણ થઈ શકે છે. LIC એ આ પોલિસી સોમવારે લોન્ચ કરી હતી. આ પોલિસીમાં લોકોને સમગ્ર પોલિસી ટર્મ માટે જીવન વીમા અને બચત બંનેની સુવિધા મળશે. વાર્ષિક પ્રીમિયમનો એક નિશ્ચિત ભાગ યુનિટ ફંડમાં જમા કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">