Union budget 2024 : મહિલાઓ અને બાળકો માટે 3.2 લાખ કરોડની યોજનાની જાહેરાત, જુઓ Video
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. જેમાં તમામ સેક્ટરને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. મહિલાઓ માટે પણ ખાસ પ્રકારના લાભ થાય તેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યુ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. જેમાં તમામ સેક્ટરને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. મહિલાઓ માટે પણ ખાસ પ્રકારના લાભ થાય તેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યુ છે.
મહિલાઓ અને બાળકો માટે 3.2 લાખ કરોડની યોજની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ગ્રામિણ વિકાસ માટે 2.6 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ ઉચ્ચ અભ્યાસ માટે પણ લોનની જાહેરાત કરવામાં આવી છે.500 ટોપ કંપની ઓમાં યુનાનોને ઈન્ટરશીપનો લાભ મળશે.
ઉચ્ચ શિક્ષણ માટે લોનની યોજના
બજેટમાં ઉચ્ચ શિક્ષણ માટે મોટી જાહેરાત કરવામાં આવી. નાણામંત્રીએ કહ્યુ કે, યુનિયન બજેટ 2024-25 દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે. 10 લાખ સુધીની લોન માટે ઈ-વાઉચર હશે. દર વર્ષે, 1 લાખ વિદ્યાર્થીઓને ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 3%ના વાર્ષિક વ્યાજ પર 10 લાખ રૂપિયા સીધા જ આપવામાં આવશે.
આ 9 બાબતો પર આધારિત છે યોજનાઓ
1. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા 2. રોજગાર અને કુશળતા 3. સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય 4. ઉત્પાદન અને સેવાઓ 5. શહેરી વિકાસ 6. ઉર્જા સંરક્ષણ 7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર 8. નવીનતા, સંશોધન અને વિકાસ 9. નવી પેઢીના સુધારા