Budget 2025: બજેટમાં Senior Citizensને મળી મોટી રાહત ! TDS મર્યાદા 1 લાખ રૂપિયા સુધી વધારી
બજેટમાં Senior Citizensને મોટી રાહત આપવામાં આવી છે. TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. મોદી 3.0 ના પ્રથમ પૂર્ણ બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી. દરમિયાન હવે બજેટમાં Senior Citizensને મોટી રાહત આપવામાં આવી છે. TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ITR અને TDS મર્યાદા વધી. ટીડીએસની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ કપાતમાં વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ પર છૂટ બમણી કરવામાં આવી હતી. છૂટ 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

તેમજ ભાડા પરની વાર્ષિક TDS મર્યાદા 2.4 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. વરિષ્ઠ અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને NSC પર રાહત આપવામાં આવી છે. ઓગસ્ટ 2024થી પૈસા ઉપાડવા પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે.

છેલ્લા બજેટમાં (2023-24), વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજનાની જમા મર્યાદા વધારવામાં આવી હતી. આ યોજનાની મહત્તમ જમા મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમની ડિપોઝીટ લિમિટ પણ ગત વખતે વધારવામાં આવી હતી. વ્યક્તિગત ખાતા માટે મહત્તમ જમા મર્યાદા 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતા માટે 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.

એટલું જ નહીં, છેલ્લા બજેટ (2023-24)માં વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં રાહત પણ આપવામાં આવી હતી. નવી કર વ્યવસ્થા હેઠળ, પગારદાર કર્મચારીઓ માટે પ્રમાણભૂત કપાત 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે. એ જ રીતે પેન્શનરો માટે ફેમિલી પેન્શન પરની કપાત 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે.

































































