Budget 2025 : MSME ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાનો સરકારનો ઉદ્દેશ્ય, કરી મોટી જાહેરાત
બજેટ 2025 માં MSME (માઈક્રો, સ્મોલ અને મેડિયમ એન્ટરપ્રાઈઝ) ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જે નાના અને મધ્યમ ધંધાઓ માટે વિકાસની નવી દિશા ખોલે છે.

સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી કવર ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવ્યું, આગામી 5 વર્ષમાં ₹1.5 લાખ કરોડનું વધારાનું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, સ્ટાર્ટઅપ્સ માટે ગેરંટી કવરેજ ₹10 કરોડથી વધારીને ₹20 કરોડ કરવામાં આવ્યું અને 27 મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે ગેરંટી ફી 1% સુધી મર્યાદિત કરવામાં આવી. સારી કામગીરી કરતા નિકાસ કરતા MSME માટે ટર્મ લોન મર્યાદા વધારીને ₹20 કરોડ કરવામાં આવી.

ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા MSME માટે ₹5 લાખની મર્યાદાવાળા કસ્ટમાઈઝ્ડ ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવશે. કાર્ડ પ્રથમ વર્ષમાં 10 લાખ MSME ને આપવામાં આવશે. 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના નવા ઉદ્યોગસાહસિકો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ, આગામી 5 વર્ષમાં ₹2 કરોડ સુધીની ટર્મ લોન આપવામાં આવશે. આ યોજનામાં સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાના અનુભવોનો સમાવેશ કરવામાં આવશે અને ઓનલાઈન ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપક કૌશલ્ય વધારવા માટે ખાસ તાલીમ આપવામાં આવશે.

સરકાર વધુ રોજગારી પૂરી પાડતા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિઓ અને સુવિધા પગલાં અમલમાં મૂકશે. ફૂટવેર અને લેધર ઉદ્યોગ માટે 'ફોકસ પ્રોડક્ટ સ્કીમ' લાગુ કરવામાં આવશે, જે 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે. આ યોજનાથી ટર્નઓવરમાં ₹4 લાખ કરોડ અને નિકાસમાં ₹1.1 લાખ કરોડનો વધારો થવાની અપેક્ષા છે.

નિકાસકારો માટે ખાસ મુદત લોન અને ક્રેડિટ વિસ્તરણ યોજના હેઠળ MSMEsને વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે જોડવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. ભારતટ્રેડનેટ (BTN) નામનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરવામાં આવશે, જે વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય ઉકેલોને સરળ બનાવશે.

MSMEsને ₹1.5 લાખ કરોડની વધારાની ક્રેડિટ સુવિધા મળશે. 5 લાખની મર્યાદાવાળા MSME ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. 5 લાખ SC/ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને ₹2 કરોડ સુધીની લોન મળશે. લેધર, ફૂટવેર અને લેબર ઈન્ટેનસીવ સેક્ટરમાં 22 લાખ નવી નોકરીઓ ઊભી થશે. ભારતટ્રેડનેટ દ્વારા MSMEને નિકાસમાં સહાય મળશે.

સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી કવર ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવ્યું, આગામી 5 વર્ષમાં ₹1.5 લાખ કરોડનું વધારાનું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, સ્ટાર્ટઅપ્સ માટે ગેરંટી કવરેજ ₹10 કરોડથી વધારીને ₹20 કરોડ કરવામાં આવ્યું અને 27 મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે ગેરંટી ફી 1% સુધી મર્યાદિત કરવામાં આવી. સારી કામગીરી કરતા નિકાસ કરતા MSME માટે ટર્મ લોન મર્યાદા વધારીને ₹20 કરોડ કરવામાં આવી
બજેટ 2025 સાથે જોડાયેલ તમામ સમાચારો વાંચવા કરો ક્લિક

































































