Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2025: ગુજરાતમાં શહેરી વિસ્તારોના વિકાસ માટે બજેટમાં ₹30,325 કરોડ ફાળવણી

આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરું છું. આ માટે શહેરી વિભાગનું બજેટ આશરે 40% વધારીને ₹30,325 કરોડ કરવામાં આવ્યું છે.

Gujarat Budget 2025: ગુજરાતમાં શહેરી વિસ્તારોના વિકાસ માટે બજેટમાં ₹30,325 કરોડ ફાળવણી
Gujarat Budget 2025
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2025 | 3:07 PM

આજે ગુજરાતનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. તેમણે બજેટમાં ઘણા મોટા લાભો જાહેર કર્યા છે. તેમણે કહ્યું ગુજરાતની 50% ઉપરાંત વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે. શહેરોને ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે.

શહેરી વિસ્તારોના વિકાસ માટે 30,325 કરોડની ફાળવણી

બે દાયકાની આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ, આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયાં છે. આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરીકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું. આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરું છું. આ માટે શહેરી વિભાગનું બજેટ આશરે 40% વધારીને ₹30,325 કરોડ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ નવ મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે. જેના વિકાસને વેગ આપવા માટે ₹2300 કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે. રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં જિલ્લા મથકની ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે. તેમજ દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. વડનગરના 2500 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરનાં સ્થાનને ધ્યાને લઇ તેને “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવશે.

ભૂગર્ભ જળ માટે 250 કરોડની ફાવળણી

જળ સંચય રાજ્યના શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે અંતર્ગત સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 80:20 ના ધોરણે . જનભાગીદારીથી “કેચ ધ રેઇન” અભિયાન હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું આયોજન છે. જે માટે ₹250 કરોડની ફાળવણી કરવામાં આવશે.

રિવરફ્રન્ટના કામ માટે બજેટમાં ₹350 કરોડ

સાબરમતી નદી પર અમદાવાદ–ગીફ્ટ સીટી-ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા આ રિવરફ્રન્ટના કામ માટે આ બજેટમાં ₹350 કરોડ ફાળવું છું.

અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2નું કામ ડીસેમ્બર-2025માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 55% કામ પૂર્ણ થયેલ છે. નાગરિકોને રેલ આધારિત ઝડપી, વિશ્વસનીય અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં ₹2730 કરોડની જોગવાઇ સૂચવું છું.

જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ 2060 નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે ₹1128 કરોડની જોગવાઇ સૂચવું છું. આમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા 400 મીની બસનું આયોજન છે.

( ઈનપુટ ક્રેડિટ – કિંજલ મિશ્રા, રોનક વર્મા, નરેન્દ્ર રાઠોડ )

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">