Budget 2025 : ઇલેક્ટ્રિક વાહન ખરીદવું થશે સસ્તું…EV બેટરી અંગે સરકારની મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ કંપનીઓ સુધી બધાની નજર બજેટ પર ટકેલી હતી. આ વખતે સરકારે બજેટમાં ઓટો સેક્ટરને એક મોટી ભેટ આપી છે જેનો ફાયદો સામાન્ય લોકોને પણ થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું આઠમું બજેટ રજૂ કર્યું, આ વખતે સરકારે બજેટમાં લોકોને મોટી ભેટ આપી છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોથી લઈને મોબાઇલ બેટરી સુધીની દરેક વસ્તુ સસ્તી કરી છે.

સરકાર EV ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે શક્ય તેટલા બધા પગલાં લઈ રહી છે અને આ વર્ષના બજેટમાં આ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય વર્ષ 2025-2026માં સરકારનું ધ્યાન EV ક્ષેત્ર પર રહેશે.

સરકારની આ જાહેરાતથી ઇલેક્ટ્રિક વાહન ખરીદદારોને મોટી રાહત મળી છે અને આ સાથે સુસ્ત ઓટો ક્ષેત્રને પણ વેગ મળશે. ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થવાનો સીધો ફાયદો એ લોકોને થશે જેઓ નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદવા જઈ રહ્યા છે, તો ઇલેક્ટ્રિક વાહનો વેચતી કંપનીઓના EV વેચાણમાં વધારો થવાની ધારણા છે.

આ વખતનું બજેટ સામાન્ય જનતાને મોટી રાહત આપવાનારું છે, કારણ કે માત્ર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા સસ્તા થયા નથી, પરંતુ સરકારે સ્માર્ટ ટીવી, મોબાઇલ ફોન અને લિથિયમ બેટરી પણ સસ્તી કરી છે.

સરકાર લિથિયમ આયન બેટરી પરનો ટેક્સ પણ ઘટાડશે, જેના કારણે લિથિયમ આયન બેટરી સસ્તી થશે અને તેની સીધી અસર ઇલેક્ટ્રિક વાહનોના ભાવ પર પણ જોવા મળશે.

ઓટો સેક્ટરની સુસ્ત ગતિને વેગ આપવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, હવે નાણાકીય વર્ષ 2025-2026માં ઇલેક્ટ્રિક વાહનો વેચતી કંપનીઓના વેચાણમાં કેટલો વધારો થશે તે જોવું રસપ્રદ રહેશે.

EV ઉત્પાદનમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી કાચા માલ અને મહત્વપૂર્ણ ખનિજો પર કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે. ઇલેક્ટ્રિક મોટર્સ, કંટ્રોલર્સ અને અન્ય EV ઘટકો માટે ડ્યુટી ફ્રી આયાત સુવિધા પૂરી પાડવામાં આવે છે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટ અંગે વધારે સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો.

































































