ખેડૂત
દેશની મોટા ભાગની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત એટલે કૃષિ સાથે સંકળાયેલી વ્યક્તિ. ખેતરના પાક, બગાયતી પાક સહિતના પાકનો ઉછેર કરતા લોકોને ખેડૂત કહેવામાં આવે છે. ખેતીની જમીન ધરાવતા કે અન્ય લોકોના ખેતરમાં કામ કરતા લોકોને પણ ખેડૂત કહી શકાય છે. આ ઉપરાંત ખેડૂતને ધરતીપુત્ર, જગતનો તાત સહિતના અનેક નામોથી બિરાદાવવામાં આવે છે.