હવે EPFO માં ક્લેમ સેટલમેન્ટ કરવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
3 April 2025
by: Mina Pandya
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સતત તેના સભ્યોને રાહત આપવા માટે નિયમોને વધુ સરળ બનાવવા પર ભાર મુકી રહ્યુ છે.
by: Mina Pandya
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મોટા ફેરફારનો ઉલ્લેખ કર્યો છે.
by: Mina Pandya
કેન્દ્રીય મંત્રીએ X પર એક પોસ્ટ શેર કરતા લખ્યુ, 'PM Narendra Modi ના નેતૃત્વમાં EPFO સતત સુધારાત્મક પગલા લઈ રહ્યુ છે.
by: Mina Pandya
મનસુખ માંડવિયાએ લખ્યુ છે કે આ સુધારાને પગલે કરોડો EPFO સદસ્યો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ હવે સરળ, ઝડપી અને મુશ્કેલી રહિત બની ગઈ છે.
by: Mina Pandya
આ માટે તેમણે બે મોટા સુધારા પર ભાર મૂક્યો હતો. આમાંથી પ્રથમ ચેક અથવા વેરિફાઈડ બેંક પાસબુકના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાની જરૂરિયાતને દૂર કરવાનો છે.
by: Mina Pandya
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે આ સુધારાને પહેલા પાયલટ પ્રોજેક્ટના તરીકે અમુક કેટલાક સદસ્યો પર લાગુ કરવામાં આવ્યો અને ત્યારબાદ 28 મે 2024 થી દરેક માટે લાગુ કર્યુ.
by: Mina Pandya
આ ફેરફાર ખરાબ ગુણવત્તાવાળા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના કારણે ક્લેમ રદ થવાની સમસ્યાને ખતમ કરનારો સાબિત થયો
by: Mina Pandya
આ સિવાય, હવે પછીનો સુધારો UAN સાથે બેંક વિગતોને લિંક કરવા માટે એમ્પ્લોયરની મંજૂરીની જરૂરિયાતને દૂર કરવાનો છે.
by: Mina Pandya
અગાઉ, EPF સભ્યોએ PF ઉપાડવા માટે તેમના બેંક ખાતાઓને લિંક કરવા પડતા હતા અને તેમના વેરિફિકેશન માટે એમ્પ્લોયરની મંજૂરી જરૂરી હતી.
by: Mina Pandya
EPFO દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો માત્ર ક્લેમ સેટલમેન્ટને ઝડપી બનાવે છે, પરંતુ સભ્યો માટે ખાતાની વિગતો અપડેટ કરવાનું પણ સરળ બન્યુ છે.