NRI માટે મોદી સરકારની નવી યોજના, જાણો ?
જો બિન-નિવાસી કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાઓ સ્થાપી રહી હોય અથવા તેનું સંચાલન કરી રહી હોય, તો તેમના માટે એક ખાસ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ પડશે.

બિન નિવાસીઓ માટે નવી વેરા પધ્ધતિનો અમલ કરવાની જાહેરાત નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કરી છે. Non-Residents માટે પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ શરૂ કરાઈ છે. જેનો લાભ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપના કરનારાઓને મળશે.

પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમનુ વિસ્તરણ કરવામાં આવશે. આ યોજનાથી ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટને ફાયદો થશે.

Non-Residents કંપનીઓ માટે વિશેષ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ કરાશે. જો Non-Residents કંપનીઓ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપે કે સંચાલન કરે તો આવી વિદેશી કંપનીઓને કરવેરા સબંધી જટીલ પ્રણાલીમાંથી મુક્તિ મળશે.

પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ દ્વારા ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ ક્ષેત્ર વિકાસની હરળફાળ ભરી શકશે.

ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાનાર કંપોનેટ્સના સ્ટોરેજ અને સપ્લાય માટે પણ કરવેરામાં છૂટ મળશે. આનાથી કંપનીઓને ટેક્સની નિશ્ચિત્તા મળશે અને વિવાદમાં ધટાડો થશે.