LPG, UPI અને TAX માં 1 એપ્રિલથી લાગુ થશે આ મોટા ફેરફારો
31 માર્ચ, 2025
આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને નવું tex year પણ આવતીકાલથી એટલે કે 1 એપ્રિલ 2025 થી શરૂ થવા જઈ રહ્યું છે. દર મહિનાની જેમ, આ મહિનાની પહેલી તારીખથી દેશમાં ઘણા મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે. જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે.
દર મહિનાની પહેલી તારીખે, તેલ અને ગેસ વિતરણ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે. તેમની કિંમતોમાં ફેરફાર 1 એપ્રિલથી જોઈ શકાય છે.
1 એપ્રિલ, 2025 થી, લાંબા સમયથી સક્રિય ન હોય તેવા મોબાઇલ નંબરોના UPI એકાઉન્ટ્સ બેંક રેકોર્ડમાંથી દૂર કરવામાં આવશે.
RuPay ડેબિટ સિલેક્ટ કાર્ડમાં કેટલાક મોટા અપડેટ્સ કરવામાં આવશે, જે 1 એપ્રિલ, 2025 થી લાગુ થશે. આમાં ફિટનેસ, વેલનેસ, મુસાફરી અને મનોરંજનનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય કર્મચારીઓને ગેરંટીકૃત પેન્શન આપતું UPS 1 એપ્રિલ 2025 થી શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ 1 એપ્રિલથી અરજી કરી શકશે.
બજેટ 2025 માં મધ્યમ વર્ગને રાહત આપતી ટેક્સ સ્લેબ, ટીડીએસ, ટેક્સ રિબેટ અને અન્ય બાબતોમાં ફેરફારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબ હેઠળ, વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા લોકોને ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે.
1 એપ્રિલ, 2025 થી, ઘણી બેંકો ગ્રાહકોના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે. આમાં, ક્ષેત્રવાર ધોરણે લઘુત્તમ બેલેન્સ માટેની નવી મર્યાદા નક્કી કરવામાં આવશે.