શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે ? બજેટમાં સરકારે આપ્યા સંકેત !

બજેટ 2025-2026 માં, સરકારે જૂની કર વ્યવસ્થા અંગે એક મોટો સંકેત આપ્યો છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે સરકાર હવે નવી અને જૂની કર વ્યવસ્થામાંથી કોઈ એક જ વ્યવસ્થા ચાલુ રાખવા માંગે છે. જો કે સરકારનું ધ્યાન નવી કર વ્યવસ્થા પર વધુ રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2025 | 2:37 PM
જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળના લોકો માટે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિની જાહેરાત કરી, ત્યારે નવી કર વ્યવસ્થા હેઠળના કરદાતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા.

1 / 6
બીજી તરફ, સરકારે જૂની કર વ્યવસ્થા વિશે કશું કહ્યું નથી કે નથી તેમાં કોઈ છૂટછાટ આપી. તેથી લોકોને લાગી રહ્યું છે કે સરકારે જૂની કર વ્યવસ્થાને સંપૂર્ણપણે અવગણી છે.

2 / 6
પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી, સરકારે જૂની કર વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત અંદાજપત્રમાં આપ્યો છે.

3 / 6
હકીકતમાં, બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે NPS વાત્સલ્ય યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર કર કપાતના દાવાનો લાભ આપવાની વાત કરીને આડકતરો સંકેત આપ્યો છે.

4 / 6
હવે જેઓ NPS વાત્સલ્ય યોજનામાં રોકાણ કરશે. તે આવકવેરા કાયદાની કલમ 80CCD(1B) હેઠળ કર મુક્તિ મેળવી શકે છે.

5 / 6
આનાથી સ્પષ્ટ થાય છે કે, સરકાર હાલમાં જૂની કર વ્યવસ્થાને નાબૂદ કરવાનો કોઈ ઇરાદો ધરાવતી નથી. જોકે, તેનો ઉદ્દેશ્ય નવી કર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.

6 / 6

આવકવેરાને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">