Yoga : વધતી ઉંમરને રોકવી છે તો આ યોગાસનો રોજ કરો, જાતે કરો અનુભવ

Easy Yoga Pose : યોગથી માત્ર શરીરને જ નહીં પરંતુ તમારા મગજને પણ ફાયદો થાય છે. યોગના ઘણા આસનો છે જે વૃદ્ધાવસ્થામાં પણ ફિટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે કયા યોગ આસનો દરરોજ કરી શકાય છે.

| Updated on: Oct 26, 2024 | 2:26 PM
Easy Yoga Pose : વધતી ઉંમરની અસર પગ પર પણ થવા લાગે છે. જેમ કે થોડું ચાલ્યા પછી પણ પિંડીમાં અને જાંઘમાં થાક લાગવો, ઘૂંટણમાં દુખાવો થવો. દિનચર્યામાં રોજ ઉત્કટાસન કરો. આનાથી પગની ઘૂંટી, ગ્લુટ્સ, જાંઘ, કરોડરજ્જુની મજબૂતાઈ વધશે. તેનાથી એડીના દુખાવામાં રાહત મળે છે અને તેની સાથે પાચનક્રિયા પણ સારી રહેશે. હૃદયને પણ લાભ મળે છે. (Pic Credit: Pexels)

1 / 6
અંગ્રેજીમાં વિરભદ્રાસન એટલે વોરિયર પોઝ....આ યોગ આસન કરવાથી આખું શરીર મજબૂત બને છે. આ આસન કરવાથી ખભા, પગની ઘૂંટી, પીઠ, હાથ, પગના સ્નાયુઓ અને હાડકાં મજબૂત થાય છે. તે કમરના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે અને માનસિક એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે.(Pic Credit: Pexels)

2 / 6
વૃદ્ધાવસ્થામાં હૃદય અને ફેફસાંની શક્તિ જાળવી રાખવા માટે દરરોજ ભુજંગાસન કરવું જોઈએ. આ આસન કરોડરજ્જુને પણ લચીલું રાખે છે. માસિક ધર્મની સમસ્યાથી પીડિત મહિલાઓ માટે પણ તે ફાયદાકારક છે. આ આસન કરવાથી થાક દૂર થાય છે અને તમે એક્ટિવ ફિલ થશે.(Pic Credit: Pexels)

3 / 6
બાલાસન કરવાથી માત્ર શરીરને જ નહીં મગજને પણ ફાયદો થાય છે. આ આસન કરવાથી પગની ઘૂંટીઓ અને જાંઘ મજબૂત બને છે અને હૃદયને ફાયદો થાય છે. આ ઉપરાંત માથા તરફ રક્ત પરિભ્રમણ સુધરે છે. જે વાળ ખરતા, કરચલીઓ વગેરે અટકાવે છે. આ આસન થોડીક સેકન્ડ સુધી કર્યા પછી તમે એકદમ હળવાશ અનુભવશો.(Pic Credit: Pexels)

4 / 6
તાડાસન કરવું બાળકોની સાથે-સાથે પુખ્ત વયના લોકો માટે પણ ફાયદાકારક છે. આ આસન કરવું ખૂબ જ સરળ છે અને તેનાથી ઘણા ફાયદા પણ થાય છે. વધતી જતી ઉંમર સાથે ખભા અને પીઠ દુખવાની સમસ્યા ઘણી જોવા મળે છે. તાડાસનના નિયમિત અભ્યાસથી કરોડરજ્જુની શક્તિ વધે છે અને આ આસન શરીરની યોગ્ય મુદ્રા જાળવવામાં પણ અસરકારક છે. આ સિવાય આ આસન પીઠ, કમર અને જાંઘના સ્નાયુઓમાં જકડાઈ જવાને કારણે થતા દર્દથી પણ બચાવે છે.(Pic Credit: Pexels)

5 / 6
સ્ટ્રેસ એક એવી સમસ્યા છે જે વ્યક્તિને અકાળે વૃદ્ધ બનાવે છે. તણાવથી દૂર રહેવા અને પોઝિટિવ રહેવા માટે દરરોજ ધ્યાન કરવું જોઈએ. આનાથી તમારો મૂડ તો સુધરશે જ પરંતુ શરીરમાં સ્નાયુઓના દુખાવાથી પણ રાહત મળશે. વધતી ઉંમર સાથે યાદશક્તિ પણ મજબૂત રહે છે અને ઊંઘની પેટર્ન સુધરે છે.(Pic Credit: Pexels)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">