AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar Breaking : કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

Gandhinagar Breaking : કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2026 | 1:29 PM
Share

ONGC પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં બોઈલર ફાટવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં બોઈલર ફાટવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ONGCના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ઘટનાની તપાસ માટે સ્થળ પર પહોંચી છે.

ONGC પ્લાન્ટમાં ભયાનક આગ

આગ કાબૂમાં આવ્યા બાદ પણ ONGC પ્લાન્ટમાં કોઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. ONGCના સિક્યુરિટી સ્ટાફે કલોલ મામલતદારને પણ પ્લાન્ટની અંદર જતા રોક્યા હતા. જાગૃત નાગરિકો અને સ્થાનિક ખેડૂતોએ મામલતદારને સ્થિતિની જાણકારી મેળવવા માટે અંદર જવા દેવાની માગ કરી હતી. આ દરમિયાન મામલતદારને અંદર જવા દેવા માટે સ્થાનિકોએ સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી.

ONGC પ્લાન્ટનો મુખ્ય ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો

હાલ ONGC પ્લાન્ટનો મુખ્ય ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતોએ પ્લાન્ટ બહાર વિરોધ નોંધાવી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની અને રોડ પર ઓઇલની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ કરી છે. સાથે જ સ્થાનિકોએ ONGC કોઈ દુર્ઘટના છુપાવી રહ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

સ્થાનિકોમાં માં ONGCને લઈને રોષ

બીજી તરફ ONGCમાં ઓઇલ ભરવા જતા ટેન્કરોને લઈને પણ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે ટેન્કરના ટાયર પર ચોંટેલું ઓઇલ રસ્તા પર પડતાં રોડ લપસણો બની જાય છે, જેના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈને અકસ્માતનો ભોગ બને છે. આ અંગે ONGCમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

ભ્રષ્ટાચારી અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સની કરાશે તપાસ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">