અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી નવી આગાહી કરી છે.. 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદના એંધાણ છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં અતિભારે વરસાદ આવી શકે છે. 26 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. જો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ તોફાનમાં ફેરવાશે, તો 24થી 26 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 3થી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની ગતિ વધશે. અને ભારે વરસાદ ખાબકશે. આ વરસાદની અસર નવરાત્રીથી લઈને 15 ઓક્ટોબર અને દશેરા સુધી જોવા મળી શકે છે, જેથી તહેવારોનો રંગ પણ બગડી શકે છે.