Breaking News : માત્ર 5 મિનિટનો કોલ અને 80 ભારતીયોની નોકરી ગયી ! યુએસ બેંકની કરતૂત વાયરલ
અમેરિકાની એક બેંકમાં કામ કરતા આશરે 80 ભારતીય કસ્ટમર-સર્વિસ કર્મચારીઓની કથિત છટણીનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગેનો દાવો એક કર્મચારીએ Reddit પર કર્યો છે.

અમેરિકાની એક બેંકમાં કામ કરતા આશરે 80 ભારતીય કસ્ટમર-સર્વિસ કર્મચારીઓની કથિત છટણીનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગેનો દાવો એક કર્મચારીએ Reddit પર કર્યો છે. કર્મચારીના જણાવ્યા અનુસાર, આખી ભારતીય કસ્ટમર-સર્વિસ ટીમને એક નાની Google Meet કોલ દરમિયાન નોકરીમાંથી મુક્ત કરવાની જાણકારી આપવામાં આવી હતી. દાવો છે કે આ આખી મીટિંગ માત્ર 5 મિનિટ જ ચાલી હતી.

80 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની માહિતી
કર્મચારીએ આ પોસ્ટ Reddit ના r/IndianWorkplace કમ્યુનિટીમાં શેર કરી હતી. તેના જણાવ્યા મુજબ, તે સાંજે 6:30 વાગ્યાની શિફ્ટમાં કામ કરતો હતો. તે દિવસે કર્મચારીઓને અચાનક વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના કેટલાક કલાકો પછી, રાત્રે આશરે 9:30 વાગ્યે ટીમના સભ્યોને સિનિયર મેનેજમેન્ટ સાથે Google Meet પર જોડાવા જણાવવામાં આવ્યું. કર્મચારીનો આરોપ છે કે મીટિંગ શરૂ થતાં જ ટીમને કહેવામાં આવ્યું કે તેમની નોકરી સમાપ્ત કરવામાં આવી રહી છે. એટલે કે એક જ કોલમાં આશરે 80 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની માહિતી આપી દેવામાં આવી.

કંપનીએ આખી ટીમને એકસાથે શા માટે હટાવી?
Reddit પોસ્ટમાં કર્મચારીએ લખ્યું કે “બધા 80 કર્મચારીઓ! બધા જ ગયા!” તેનું કહેવું હતું કે આ નિર્ણયની અસર લગભગ 80 પરિવારો પર પડશે. પોસ્ટ અનુસાર, કંપની તરફથી પરફોર્મન્સ અને આઉટપુટને આ નિર્ણયનું કારણ બતાવવામાં આવ્યું હતું. જોકે, કર્મચારીએ આ તર્ક સામે સવાલ ઉઠાવ્યો છે. તેનું કહેવું હતું કે જો સમસ્યા કેટલાક લોકોના પરફોર્મન્સ સંબંધિત હતી, તો આખી ટીમને એકસાથે નોકરીમાંથી હટાવવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
A US bank fired its entire India-based employee team during a five-minute Google Meet call yesterday.
All 80 employee families were affected just with a 5-minute call.
The job market is tough. Stay where you are & work on your skills so you become harder to replace! pic.twitter.com/koPunErqwO
— Indian Tech Updates (@InTechUpdates) September 18, 2026
નોંધ : આ સમાચાર વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ અને નેટિઝન્સની પ્રતિક્રિયાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આ પોસ્ટમાં કરવામાં આવેલા કોઈપણ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.
