AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે Asian Games 2026માં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો, જુઓ ફોટો

IND-W vs SL-W Asian Games 2026 Final : ભારતીય ટીમે મહિલા એશિયા કપ 2026માં શ્રીલંકાને હરાવી ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ એશિયન ગેમ્સમાં ફરી એક વખત આમને સામને આવી હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવી એશિયન ગેમ્સ (AsianGames2026)માં ગોલ્ડ મેડલ જીત્યો છે.

| Updated on: Sep 22, 2026 | 1:47 PM
Share
Asian Games Gold Medal Match: ભારતે હજુ સુધી આઈચી-નાગોયામાં ગોલ્ડ મેડલ જીત્યો નથી અને આ રાહ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પૂર્ણ કરી છે,

1 / 8
નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે શ્રીલંકા સામેની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતવાની હેટ્રિક હાંસલ કરી હતી.

2 / 8
 ભારતે ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલમાં પણ ટોસ જીતીને જીત મેળવી હતી. ભારતે તેના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ભારતે ફાઇનલમાં પણ એક મજબૂત ટીમ ઉતારી હતી.

3 / 8
એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકા સામે જીત માટે 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 100 રનનો આંકડો પણ પૂર્ણ કરી શકી નહી. 217 રનના ટાર્ગેટને પૂર્ણ કરતા શ્રીલંકાની ટીમ માત્ર 69 રન પર ઓલઆઉટ થઈ હતી. મોટા અંતરથી જીત મેળવી હતી.ભારતે શ્રીલંકાને 147 રનથી હાર આપી હતી.

4 / 8
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ પણ 48 રન બનાવ્યા હતા. રિચા ઘોષે 22  બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા.

5 / 8
 ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2022ના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.

6 / 8
મહિલા એશિયા કપમાં આ સૌથી વધુ સ્કોર છે. આ પહેલા કોઈ પણ ટીમ 216 રન સુધી પહોંચી શકી નથી. એશિયન ગેમ્સમાં કોઈ ટીમે 200 રનનો આંકડો પાર કર્યો હોય તેવો આ ફક્ત બીજી વખત હતુ. હોંગકોંગે ગત્ત સિઝનમાં મંગોલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી.

7 / 8
જો આપણે ભારતીય મહિલા ક્રિકેટના બોલરની વાત કરીએ તો એશિયન ગેમ્સમાં શેફાલી વર્માએ 2 વિકેટ , દીપ્તિ શર્માએ 3 વિકેટ અને શ્રેયાંકા પાટિલે 2 વિકેટ તેમજ શ્રી ચરણીએ 2 વિકેટ લીધી હતી.

8 / 8

Asian Games 2026માં ભારતીય બોલરોનો દબદબો, સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ગોલ્ડ મેડલની મેચમાં એન્ટ્રી કરી અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">