AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓશિયા મોલના સંચાલકે વેપારીઓને રૂ. 365 કરોડથી વધુમાં નવડાવ્યા !

અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈના વેપારીઓ સાઉથ બોપલ ખાતે એકત્ર થયા હતા. તેમણે આવો દાવો કર્યો હતો કે, CID ક્રાઇમની તપાસમાં 17 વેપારીઓ સાથે રૂ.17 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આશરે 325 જેટલા રજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી માલ ખરીદવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે વધુ વેપારીઓના નિવેદનો અને દસ્તાવેજો પણ તપાસનો ભાગ બની શકે છે.

ઓશિયા મોલના સંચાલકે વેપારીઓને રૂ. 365 કરોડથી વધુમાં નવડાવ્યા !
| Updated on: Sep 21, 2026 | 2:02 PM
Share

અમદાવાદના સાઉથ બોપલ ખાતે ઓશિયા મોલના સંચાલક સામે છેતરપિંડીના આક્ષેપોને લઈને ભોગ બનનાર વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. સુરત, વડોદરા, અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાંથી 50થી વધુ વેપારીઓ બેઠકમાં એકત્ર થયા હતા. વેપારીઓએ સમગ્ર મામલે આગળની કાયદાકીય લડત માટે રણનીતિ તૈયાર કરી હોવાનું જાણવા મળ્યું છે.

7 જુલાઈએ CID ક્રાઇમમાં ફરિયાદ

ઓશિયા મોલના સંચાલક દ્વારા વેપારીઓ પાસેથી માલ મેળવી તેની ચુકવણી ન કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે 7 જુલાઈના રોજ CID ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 17 વેપારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, CID ક્રાઇમની તપાસમાં અત્યાર સુધીમાં 17 વેપારીઓ સાથે મળીને રૂ.17 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

325 જેટલા વેપારીઓ પાસેથી માલ ખરીદ્યો હોવાનો આક્ષેપ

સમગ્ર મામલે વેપારીઓનો આક્ષેપ છે કે ઓશિયા મોલના સંચાલકે રિટેલ ચેન મારફતે અલગ-અલગ વેપારીઓ પાસેથી માલ મેળવ્યો હતો. જોકે, માલની ચુકવણી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આશરે 325 જેટલા રજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી માલ ખરીદવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે વધુ વેપારીઓના નિવેદનો અને દસ્તાવેજો પણ તપાસનો ભાગ બની શકે છે.

કુલ રૂ.365 કરોડની છેતરપિંડીનો વેપારીઓનો દાવો

વેપારીઓનો દાવો છે કે સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં કુલ રૂ.365 કરોડની છેતરપિંડી થઈ હોવાનો અંદાજ છે. જોકે, આ આંકડો વેપારીઓ દ્વારા કરવામાં આવેલો દાવો છે અને સમગ્ર રકમ અંગે સત્તાવાર તપાસ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હાલ વિવિધ મોલના બુક્સ ઓફ એકાઉન્ટ અને એકાઉન્ટ સંબંધિત માહિતી મંગાવી તપાસ કરવામાં આવી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

શેરના ભાવમાં અપડાઉન કરી કમાણી કરવાનો પણ આક્ષેપ

વેપારીઓ દ્વારા ઓશિયા મોલના સંચાલક સામે અન્ય ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જેમાં NSEમાં શેરના ભાવમાં અપડાઉન કરી કમાણી કરવામાં આવી હોવાનો આક્ષેપ સામેલ છે. વેપારીઓનો આરોપ છે કે તેમની સાથે ઇરાદાપૂર્વક છેતરપિંડી કરવામાં આવી છે.આ આક્ષેપોની સત્યતા અંગે સંબંધિત તપાસ એજન્સીઓની તપાસ અને ઉપલબ્ધ નાણાકીય દસ્તાવેજોના આધારે જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

ફોરેન્સિક ઓડિટ કરાવવાની તૈયારી

વેપારીઓએ સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ માટે ફોરેન્સિક ઓડિટ કરાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ માટે વેપારીઓ દ્વારા એજન્સીની શોધખોળ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ઓડિટના માધ્યમથી મોલના નાણાકીય વ્યવહારો, એકાઉન્ટ્સ અને વેપારીઓ સાથે થયેલા વ્યવહારોની તપાસ કરાવવાની તૈયારી છે.

NCLT મારફતે પણ લડતની તૈયારી

વેપારીઓ હવે માત્ર પોલીસ ફરિયાદ પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ NCLT (National Company Law Tribunal)ના માધ્યમથી પણ ઓશિયાના સંચાલક સામે કાયદાકીય લડત આપવા નવી રણનીતિ બનાવી રહ્યા છે. બેઠકમાં આગામી સમયમાં કાયદાકીય કાર્યવાહી વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વેપારીઓએ પોતાના બાકી નાણાંની વસૂલાત અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે સંગઠિત રીતે આગળ વધવાની તૈયારી દર્શાવી છે.

Breaking News : અંબાલાલ પટેલની મોટી આગાહી, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, જુઓ Video

Follow Us
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
અમદાવાદમાંથી નકલી ડેપ્યુટી મામલતદાર-એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઝડપાયો
અમદાવાદમાંથી નકલી ડેપ્યુટી મામલતદાર-એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઝડપાયો
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">