AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી કરતા ઘેલો નદીમાં નાવડી પલટી, સાધુ-સંતો સહીત 6 લોકોનો આબાદ બચાવ, જુઓ Video

નાવડીમાં સવાર લોકોની સંખ્યા અને વજન વધી જતાં નાવડીનું સંતુલન બગડ્યું હતું અને તે પલટી ગઈ હતી. જળઝીલણી એકાદશી નિમિત્તે ભગવાનને નદીમાં સ્નાન કરાવવા માટે પ્લાસ્ટિક મટીરિયલની પેડલ નાવડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Breaking News : ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી કરતા ઘેલો નદીમાં નાવડી પલટી, સાધુ-સંતો સહીત 6 લોકોનો આબાદ બચાવ, જુઓ Video
| Updated on: Sep 22, 2026 | 3:54 PM
Share

બોટાદના ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન મોટી દુર્ઘટના થતાં સહેજમાં ટળી હતી. ગઢડાના પવિત્ર ઘેલો નદીના રમા ઘાટ ખાતે પૂજનવિધિ દરમિયાન ભગવાનને સ્નાન કરાવવાની તૈયારી ચાલી રહી હતી, તે પહેલાં જ નાવડી પલટી ગઈ હતી. નાવડીમાં સવાર સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સહિત કુલ 6 લોકોનો આબાદ બચાવ થયો હતો.

ભગવાનને સ્નાન કરાવાય તે પહેલાં જ નાવડી પલટી

જળઝીલણી એકાદશી નિમિત્તે ગોપીનાથજી દેવ મંદિરથી શોભાયાત્રા સાથે ભગવાનને રમા ઘાટ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન-અર્ચન બાદ ભગવાનને ઘેલો નદીમાં સ્નાન કરાવવાનું આયોજન હતું. જોકે, ભગવાનને સ્નાન કરાવાય તે પહેલાં જ નદીમાં ઉપયોગમાં લેવાયેલી નાવડી અચાનક પલટી ગઈ હતી. નાવડીમાં તે સમયે સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સહિત 6 લોકો સવાર હતા. નાવડી પલટી જતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ અને લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી

નાવડી પલટી હોવાની જાણ થતાં જ સ્થળ પર હાજર પોલીસકર્મીઓ અને લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ 6 લોકોને સલામત રીતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રમા ઘાટ ખાતે તે સમયે પાણીની ઊંડાઈ આશરે 4 ફૂટ જેટલી હોવાનું સામે આવ્યું છે. પાણીની ઊંડાઈ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નાવડીમાં વજન વધી જતાં પલટી હોવાનો પ્રાથમિક અંદાજ

પ્રાથમિક અનુમાન મુજબ નાવડીમાં સવાર લોકોની સંખ્યા અને વજન વધી જતાં નાવડીનું સંતુલન બગડ્યું હતું અને તે પલટી ગઈ હતી. જળઝીલણી એકાદશી નિમિત્તે ભગવાનને નદીમાં સ્નાન કરાવવા માટે પ્લાસ્ટિક મટીરિયલની પેડલ નાવડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હજારો ભાવિકો અને સાધુ-સંતોની હાજરી

ગઢડામાં જળઝીલણી એકાદશીનો ઉત્સવ વર્ષોથી પરંપરાગત રીતે રમા ઘાટ ખાતે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ ઘટના સ્થળે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઘટના બાદ તમામ 6 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા તંત્ર અને ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જળઝીલણી એકાદશીનો ઉત્સવ ભક્તિ અને પરંપરા સાથે ઉજવાયો હતો, પરંતુ નાવડી પલટી જવાની ઘટનાએ થોડા સમય માટે ચિંતા ફેલાવી હતી.

Breaking News : જંગલની જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક

Follow Us
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
g clip-path="url(#clip0_868_265)">