72nd National Film Awards : 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો? TV9ના સંજીવ શ્રીવાસ્તવને પણ સન્માન મળશે
72nd National Film Awards: ભારતીય સિનેમામાં સર્વોચ્ચ સન્માન 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ ગુજરાતના કેવડિયામાં યોજાઈ રહ્યા છે. આ સમારોહ 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે શરૂ થશે. તમે તેને ક્યાં લાઈવ જોઈ શકશો? જાણો

72nd National Film Awards : નેશનલ ફિલ્મ એવોર્ડની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. છેલ્લા 71 વર્ષથી આ સમારોહ હંમેશા રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાય છે. જોકે, તેના 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર (National Film Awards) આ એવોર્ડ સમારોહ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. આ વખતે, તે ગુજરાતના કેવડિયા (એકતા નગર) માં યોજાશે. અત્યારસુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity)પાસે સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી હતી.
નેશનલ ફિલ્મ એવોર્ડ લાઈવ જોઈ શકશો
આ એવોર્ડ સમારોહ 22 સપ્ટેમ્બર, 2026 ના રોજ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. આ ઐતિહાસિક સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ ડીડી નેશનલ (DD National ) અને દૂરદર્શન નેશનલ પર થઈ શકશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ સમારોહમાં વિજેતાઓનું સન્માન કરશે, જેમાં ટીવી9ના વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવ પણ બેસ્ટ ફિલ્મ ક્રિટિક માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
કોને- કોને મળશે આ એવોર્ડ?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ વર્ષે અનેક દિગ્ગજ અભિનેતા અને ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય સિનેમામાં ચાહકોના યોગદાન માટે દિગ્ગજ અભિનેતા અનંત નાગને દેશનો સૌથી મોટો સમ્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.મમ્મૂટી – બેસ્ટ એક્ટર, બ્રહ્મયુગમ, કાર્તિક આર્યન – બેસ્ટ એક્ટર, ચંદુ ચેમ્પિયન,યામી ગૌતમ – બેસ્ટ એક્ટ્રેસ, આર્ટિકલ 370,મારણને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે ,રણદીપ હૂડા – બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર, સ્વાતંત્ર્ય વીર સાવરકર,સંજય મિશ્રા, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, ભક્ષક,શાશ્વત સચદેવ, બેસ્ટ સંગીત દિગ્દર્શન, આર્ટિકલ 370 તેમજ ટીવી9 ના વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવને બેસ્ટ ફિલ્મ ક્રિટિક માટે પસંદ કરવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18 જુલાઈ, 2026 ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરી હતી.
નેશનલ ફિલ્મ એવોર્ડની સ્થાપના ક્યારે થઈ?
નેશનલ ફિલ્મ એવોર્ડની સ્થાપના મૂળ 1954માં થઈ હતી. તે સમયે સ્ટેટ એવોર્ડસ ફોર ફિલ્મ તરીકે ઓળખાતા હતા. આ એવોર્ડ ત્રણ ક્ષેત્રોને આવરી લે છે. ફીચર ફિલ્મો, નોન-ફીચર ફિલ્મો અને સિનેમેટિક લેખન. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં મેડલ, પ્રમાણપત્ર અને ઈનામની રકમનો સમાવેશ થાય છે.
