AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 72 વર્ષમાં પહેલી વાર કરાયુ ગુજરાતમાં નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન, ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને મળશે એવોર્ડ

National Film Awards 2026 : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર 72મો નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન કરાયું છે.72માં નેશનલ ફિલ્મ અવોર્ડ્સમાં ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર અપાશે.ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે.

Breaking News : 72 વર્ષમાં પહેલી વાર કરાયુ ગુજરાતમાં નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન, ગુજરાતી ફિલ્મ 'મારણ'ને મળશે એવોર્ડ
| Updated on: Sep 22, 2026 | 8:03 AM
Share

72 National Film Awards 2026 in Statue of Unity : ગુજરાત માટે ગૌરવ અને ભારતીય સિનેમા માટે ઐતિહાસિક અવસર એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.દેશના જાણીતા ફિલ્મી કલાકારોની હાજરીથી એકતાનગરમાં સિનેમાનો રંગ જામશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિત કુલ 92 વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.1954માં શરૂઆત બાદ આ પ્રથમ વખત છે, જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ-બે એરિયામાં ભવ્ય સમારોહ માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ

72માં નેશનલ ફિલ્મ અવોર્ડ્સમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર અપાશે.ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે. જ્યારે, ‘ભ્રમયુગમ’ માટે મમૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને સંયુક્ત રીતે લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો પુરસ્કાર અપાશે. સંજય મિશ્રાને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એનાયત થશે.

22 સપ્ટેમ્બરે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન મુખ્ય સમારોહ યોજાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધરતી પર પહેલીવાર યોજાઈ રહેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળવાની આશા છે.ગુજરાત માટે ગૌરવ અને ભારતીય ફિલ્મ જગત માટે યાદગાર પ્રસંગ બનશે. હવે આપણે નેશનલ ફિલ્મ વિજેતા કલાકારોની જો વાત કરીએ તો.

નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા

  • મમ્મૂટી – બેસ્ટ એક્ટર, બ્રહ્મયુગમ
  • કાર્તિક આર્યન – બેસ્ટ એક્ટર, ચંદુ ચેમ્પિયન
  • યામી ગૌતમ – બેસ્ટ એક્ટ્રેસ, આર્ટિકલ 370
  • મારણને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે
  • રણદીપ હૂડા – બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર, સ્વાતંત્ર્ય વીર સાવરકર
  • સંજય મિશ્રા, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, ભક્ષક
  • શાશ્વત સચદેવ, બેસ્ટ સંગીત દિગ્દર્શન, આર્ટિકલ 370

નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એવું જોવા મળશે. જ્યારે આનું આયોજન દિલ્લી બહાર થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ગુજરાત પ્રવાસ દરમિયાન ફિલ્મી હસ્તીઓને આ સન્માન આપશે. એકતા નગરને પહેલા કેવડિયાના નામથી ઓળખતા હતા. હવે આ સ્ટૈચ્યુ ઓફ યુનિટી માટે ફેમસ છે.તમને જણાવી દઈએ કે, 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાની જાહેરાત આ વર્ષે જુલાઈ મહિનામાં જ કરી દેવામાં આવી હતી.

રિયાલિટી શો રાઇઝ એન્ડ ફોલ સીઝન 2માં થશે શહઝાદ પૂનાવાલાની એન્ટ્રી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">