મંગલમૂર્તિના અદભૂત સ્વરૂપ

×

મંગલમૂર્તિના અદભૂત સ્વરૂપ

એકદંતના અનોખા જ સ્વરૂપોની. હાલ મંગળકારી ગણેશોત્સવ ચાલી રહ્યો છે. અને દેશભરના ગણેશ પંડાલમાં ગજાનનના અદભૂત સ્વરૂપો બિરાજમાન કરાયા છે. જો કે આ વખતે ભાવનગર શહેરમાં કંઈક અનોખો જ માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગર શહેરમાં પણ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. શહેરભરમાં બનેલા ભવ્ય ગણેશ પંડાલોમાં હકડેઠઠ મેદની ઉમટી રહી છે. ક્યાંક ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન માટે ભાવિકોનો ધસારો છે. તો ક્યાંક યોજાયેલ મહાઆરતીમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આની વચ્ચે કેટલાંક ગણેશ પંડાલ એવા છે કે જ્યાંની અનોખી થીમ અબાલ-વૃદ્ધ સૌ કોઈને ઘેલુ લગાવી રહી છે.

પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા તૈયાર થયેલ ગણેશ પંડાલમાં. ભૂલભૂલૈયા તૈયાર કરવામાં આવી છે. ખાસ તો બાળકો અને યુવાનોમાં આ ભૂલભૂલૈયા આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રદ્ધાળુઓ આ ભૂલભૂલૈયા પાર કર્યા બાદ જ ગણેશજીના દર્શન માટે પહોંચી શકે છે.

પણ જ્યાં ગજાનન બિરાજમાન છે. ત્યાં પહોંચ્યા બાદ. પહેલો જ સવાલ એ થાય કે અરે. ગણપતિ બાપ્પા ક્યાં ? કારણ કે અહીં કોઈ ગણેશ પ્રતિમાને બદલે માત્ર ખાલી સ્ક્રિન દેખાય છે. જો તમારે અહીં ગણપતિ બાપ્પાના દર્શન કરવા હશે તો તમારે ખાસ ચશ્મા પહેરવા પડશે. ચશ્મા નહીં પહેરો ત્યાં સુધી… તમને બાપ્પાના દર્શન નહીં થાય. હકીકતમાં ઓપ્ટિકલ સાયન્સના અદ્યતન સિદ્ધાંતો આધારિત એક અનોખો વૈજ્ઞાનિક પ્રયોગ કરાયો છે. અને એ પ્રકારે સર્જન કરાયું છે કે ચશ્મા પહેર્યા બાદ જ બાપ્પાનું સ્વરૂપ દેખાય. અધ્યાત્મ અને વિજ્ઞાનનું આ સાયુજ્ય. ભક્તોને આકર્ષી રહ્યું છે.

તો અહીં એક પંડાલમાં એવા ગણપતિ પણ બિરાજમાન છે કે જે તમને દૂરબીન વિના નહીં દેખાય ! સેતુબંધ મિત્ર મંડળ દ્વારા તૈયાર કરાયેલ ગણેશ પંડાલમાં. ગણપતિજીની ચાંદીની ખૂબ જ નાની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. જેને નિહાળવા માટે. ભક્તોને દૂરબીનની મદદ લેવી પડે છે. અને આ તમામ અનોખી બાબતો જ. ભક્તોને અહીં આકર્ષી રહી છે.

Ashvin Patel