AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : ઘરના આંગણામાં ફરતી વૃદ્ધ મહિલા પર વાંદરાનો હુમલો, જોરદાર ધક્કાથી કૉન્ક્રીટ પર પટકાતાં મોત ! સમગ્ર ઘટના CCTVમાં કેદ

વાંદરાના ધક્કાથી 91 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. જેમાં વાંદરો અચાનક મહિલા પર હુમલો કરીને તેને જમીન પર પાડી દેતો જોવા મળે છે.

Trending Video : ઘરના આંગણામાં ફરતી વૃદ્ધ મહિલા પર વાંદરાનો હુમલો, જોરદાર ધક્કાથી કૉન્ક્રીટ પર પટકાતાં મોત ! સમગ્ર ઘટના CCTVમાં કેદ
Monkey AttackImage Credit source: PTI
| Updated on: Sep 22, 2026 | 4:02 PM
Share

કર્ણાટકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વાંદરાના ધક્કાથી એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. ઘટના કર્ણાટકના કોપ્પલ જિલ્લાની છે. મૃતક મહિલાની ઓળખ 91 વર્ષીય નજમુન્નિસા બેગમ તરીકે થઈ છે. સુત્રો અનુસાર, વૃદ્ધ મહિલા સાંજના સમયે પોતાના ઘરના આંગણામાં ફરતી હતી, ત્યારે એક વાંદરો તેને ધક્કો મારી દીધો.

આ ઘટના શનિવારે (19 સપ્ટેમ્બર) સાંજની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના ઘરની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તે દરરોજની જેમ શનિવારે સાંજે પણ પોતાના ઘરના આંગણામાં ફરતી હતી. ત્યારે એક વાંદરો અચાનક દીવાલ કૂદીને પરિસરમાં આવી પહોંચ્યો હતો.

કૉન્ક્રીટના ફ્લોર પર પડી વૃદ્ધ મહિલા

વૃદ્ધ મહિલા કંઈ સમજી શકે કે પોતાને સંભાળી શકે તે પહેલાં જ વાંદરાએ તેને જોરદાર ધક્કો મારી દીધો. જેના કારણે તે કૉન્ક્રીટના ફ્લોર પર પડી ગઈ. વાંદરના હુમલામાં ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલા હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં તે ઘરની બહાર ફરતા જોવા મળી રહી છે. એટલામાં એક વાંદરો અચાનક તેના પર કૂદી પડે છે.

આસપાસના લોકો દોડી આવતાં વાંદરો ભાગી ગયો

વાંદરના ધક્કાથી વૃદ્ધ મહિલા જમીન પર પડી ગઈ. જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે અવાજ સાંભળીને ઘરની અંદરથી બીજી એક મહિલા પણ બહાર આવે છે. વાંદરો ફરીથી હુમલો કરવા માટે આગળ વધે છે અને બીજી વૃદ્ધ મહિલા પર પણ તે હુમલો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ આસપાસના લોકો દોડીને આવી પહોંચતાં વાંદરો ત્યાંથી ભાગી જાય છે.

જુઓ Video

આ પણ વાંચો, ભારત રાજ્યનો નકશો બદલી શકે, પણ કોઈ રાજ્ય દેશ ન તોડી શકે! જાણો બંધારણના કયા એક જ શબ્દમાં છુપાયેલી છે ભારતની અખંડ તાકાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">