ચોમાસું દેશમાંથી વિદાય લે તે પહેલાં દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદની જમાવટ કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં આજે ભારે વરસાદની શક્યતાએ યલો એલર્ટ જાહેર કરાયું છે. પ્રયાગરાજ, ગોરખપુર, દેવરિયા, નોઈડા સહિત મથુરા, આગ્રા, ઈટાવામાં પણ આંધી સાથે વરસાદ ખાબકવાની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે. તો બિહાર અને ઝારખંડના અનેક જિલ્લામાં પણ ધોધમારની શક્યતાએ એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબથી લઈ રાજસ્થાન સુધી. વાતાવરણમાં પલટો વર્તાવાની ચેવતણી જાહેર કરાઈ છે. વાત કરીએ રાજસ્થાનની તો 13 જિલ્લામાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં પણ. ભોપાલ, ઈન્દોર, ઉમરિયા સહિત. દેવાસ, ઉજ્જૈન, હરદામાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી અપાઈ છે. તો આ તરફ પહાડી પ્રદેશોમાં પણ. ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા છે. ઓડિશાના પણ 10 જિલ્લામાં 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં હવામાન વિભાગે. ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશના પાંચ જિલ્લામાં. તોફાની વરસાદની શક્યતાએ એલર્ટ અપાયું છે. 50થી 55 કિલો પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો જમ્મુ-કાશ્મીરમના પણ અનેક જિલ્લામાં ધઝોધમાર વરસાદની શક્યતાએ. યલો એલર્ટ આપવામાં આવ્યું છે.