Pitru Paksha 2026 : પિતૃપક્ષ દરમિયાન આ વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે!
Pitru Paksha 2026 : શ્રાદ્ધ પક્ષ દરમિયાન તર્પણ અને પિંડદાનની સાથે, દાનનું પણ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સમય દરમિયાન જરૂરિયાતમંદોને અમુક વસ્તુઓનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે તેવું માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનો સમય ખુબ પવિત્ર,સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. આ 16 દિવસ વિશેષ સમય હોય છે. જ્યારે આપણે આપણા પૂર્વજો , પિતૃ અને દિવગંત આત્માઓના પ્રતિ આપણી શ્રદ્ધા, આદર વ્યક્ત કરીએ છીએ. એવી માન્યતા છે કે, પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો ધરતી પર આવે છે અને તેઓ તેમના વંશજો દ્વારા આપવામાં આવેલ પાણી, ખોરાક અને દાન સ્વીકારે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે, પિતૃ પક્ષ દરમિયાન યોગ્ય દાન પૂર્વજોને પ્રસન્ન કરે છે. ચાલો જાણીએ કે પિતૃ પક્ષ દરમિયાન કયા દાન સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
ક્યારથી શરુ થશે પિતૃપક્ષ 2026?
પંચાગ અનુસાર વર્ષ 2026માં પિતૃપક્ષની શરુઆત 26 સપ્ટેમ્બર શનિવારના પૂર્ણિમાથી શ્રાદ્ધની શરુઆત થશે. જેનું સમાપન 10 ઓક્ટોબર 2026ના શનિવારના રોજ પિતૃ અમાવસના દિવસે થશે.
પિતૃપક્ષમાં અન્નદાન
પિતૃપક્ષમાં અન્નદાનને મહત્વનું માનવામાં આવે છે. જરુરિયાતમંદ વ્યક્તિને ઘઉ, ચોખા, દાળ, લોટ અને અન્ય ખાદ્ય સામગ્રીનું દાન કરવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે, અન્ન જીવનની મુળ જરુરતમાંથી એક છે. તેથી, એકાદશી પર જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અથવા ખાવાની વસ્તુઓ આપવી એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે.
પિતૃપક્ષમાં કપડાંનું દાન
પિતૃપક્ષમાં કપડાંનું દાન કરવાની પણ પરંપરા છે. આ દરમિયાન જરુરિયાત મંદ વ્યક્તિને કપડાં દાન કરવામાં આવે તો ખુબ પુણ્ય મળે છે. માન્યતા અનુસાર તમારી ક્ષમતા અનુસાર જરુરિયાતમંદની સહાયતા કરવા પિતૃના પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવાનું એક માધ્યમ માનવામાં આવે છે.
પિતૃપક્ષમાં કાળા તલનું દાન
શ્રાદ્ધ અને તર્પણની પરંપરામાં કાળા તલનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.ઘણી જગ્યાએ પિતૃ કાર્ય દરમિયાન કાળા તલ મિશ્રિત પાણી ચઢાવવાની પરંપરા છે. પિતૃ પક્ષ દરમિયાન કાળા તલનું દાન પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તલ પિતૃ કર્મ સાથે સંકળાયેલા છે અને શ્રાદ્ધ સંબંધિત ધાર્મિક વિધિઓમાં તેનો ઉપયોગ થાય છે.
પિતૃ પક્ષ દરમિયાન ગોળનું દાન કરવું
પિતૃ પક્ષ દરમિયાન ગોળનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને ખોરાક અથવા અન્ય ખાદ્ય પદાર્થો સાથે ગોળ આપી શકાય છે. ધાર્મિક માન્યતાઓમાં, ગોળને શુભ અને પુણ્યશાળી ખોરાક માનવામાં આવે છે. તેથી, વ્યક્તિની શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર પિતૃ પક્ષ દરમિયાન ગોળનું દાન કરવાનો રિવાજ છે.
પિતૃપક્ષ દરમિયાન ઘીનું દાન કરવું
પિતૃપક્ષ દરમિયાન ઘીનું દાન કરવાની ધાર્મિક પરંપરા પણ છે. પૂજા અને હવન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં ઘીનો ઉપયોગ થાય છે. આ સમય દરમિયાન, ઘી જરૂરિયાતમંદ અથવા યોગ્ય વ્યક્તિને દાન કરી શકાય છે.
