AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતનો 20 વર્ષ જૂનો પ્રફુલ સાડી ખંડણી કેસ, શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ કોર્ટ પાસે માંગી કાયમી મુક્તિ - જુઓ Video

Breaking News: સુરતનો 20 વર્ષ જૂનો પ્રફુલ સાડી ખંડણી કેસ, શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ કોર્ટ પાસે માંગી કાયમી મુક્તિ – જુઓ Video

| Updated on: Sep 22, 2026 | 3:38 PM
Share

સુરતમાં 20 વર્ષ જૂના પ્રફુલ સાડી ખંડણી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટીએ કોર્ટમાં કાયમી હાજરીથી મુક્તિ માટે અરજી કરી છે, જેમાં તેમણે પોતાની 77 વર્ષની ઉંમરનો હવાલો આપ્યો છે. અન્ય આરોપીઓએ પણ સમાન માંગણી કરી છે. કોર્ટે તમામ આરોપીઓને 7 ઓક્ટોબરના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે, જ્યારે કેસની ટ્રાયલ શરૂ થશે.

સુરતમાં લગભગ 20 વર્ષ જૂના પ્રફુલ સાડી ખંડણી કેસમાં નવી ગતિવિધિ સામે આવી છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટીએ આ કેસમાં કોર્ટમાં કાયમી હાજરીથી મુક્તિ માટે અરજી કરી છે. તેમના વકીલે સુનંદા શેટ્ટીની 77 વર્ષની ઉંમર અને વૃદ્ધાવસ્થાનો ઉલ્લેખ કરીને મુક્તિની માંગ કરી હતી. જો કે, અન્ય આરોપીઓના વકીલોએ આ અરજીનો વિરોધ કર્યો હતો.

કેસના અન્ય આરોપી નંબર 1 દિનેશ નારાયણના વકીલે પણ તેમના અસીલની 62 વર્ષની ઉંમરનો હવાલો આપીને હાજરી મુક્તિની માંગ કરી હતી. આરોપીઓની ગેરહાજરીને કારણે કેસની ટ્રાયલ આગળ વધી શકતી ન હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે તમામ આરોપીઓ, જેમાં સુનંદા શેટ્ટી અને અન્ડરવર્લ્ડ ડોન ફઝલુ રહેમાનનો પણ સમાવેશ થાય છે, તેમને 7 ઓક્ટોબરના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો છે.

7મી ઓક્ટોબરથી આ કેસની ટ્રાયલ શરૂ થશે. આ કેસ પ્રફુલ સાડીના માલિક પાસેથી ₹2 કરોડની ખંડણી માંગવા અંગેનો છે, જે શિલ્પા શેટ્ટી સાથે સાડીની જાહેરાતના કરાર ભંગ બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

Breaking News : જંગલની જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક

Follow Us
g clip-path="url(#clip0_868_265)">