દેશ પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ બંગાળની ખાડીમાં બની મજબૂત સિસ્ટમ. મજબૂત સિસ્ટમને પગે જતા-જતા અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડશે. મજબૂત વરસાદી સિસ્ટમ ચક્રવાતનું રૂપ લે તેવી આશંકા. 22 સપ્ટેમ્બર સુધી સિસ્ટમ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં બદલાઈ શકે છે. સિસ્ટમ વાવાઝોડાનું રૂપ લેશે તો ‘અર્નવ’ નામ અપાશે. બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થઈ, જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનો માહોલ છે. 22 સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં બદલાઈ શકે, જ્યારે 24 સપ્ટેમ્બરની આસપાસ ચક્રવાતનું સ્વરૂપ લેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. સપ્ટેમ્બર મહિનાના અંતમાં... દેશમાં આ વર્ષનું પહેલું વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે. કારણ કે હાલ બંગાળની ખાડીમાં... એક મજબૂત સિસ્ટમ બની રહી છે. થાઈલેન્ડ અને મ્યાનમારના વિસ્તારમાં હાલ ચક્રવાતી સિસ્ટમ બનેલી છે. જે આજે સાંજ સુધીમાં... ઉત્તરી આંદામાન પહોંચી શકે છે. જે બાદ તે બંગાળની ખાડીના મધ્ય ભાગ સુધી પહોંચી શકે છે. સિસ્ટમ બન્યાના 3 થી 4 દિવસ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ સિસ્ટમ 22 સપ્ટેમ્બર સુધી... ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે. અને 24 સપ્ટેમ્બરની આસાપાસ વાવાઝોડાની આશંકા સેવાઈ રહી છે. જો મજબૂત સિસ્ટમ.... વાવાઝોડાનું રૂપ ધારણ કરે છે. તો તેને "અર્નવ" નામ અપાશે. આપને જણાવી દઈએ કે આ નામ. બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે. હાલ ભારતીય હવામાન વિભાગ. તેના પર નજર રાખી રહ્યું છે. IMD દ્વારા પહેલાં જ સ્પષ્ટ કરી દેવાયું છે કે હાલ. ગભરાવાની કોઈ જરૂર નથી. આ વખતે ચોમાસું નબળું રહ્યું હોવા છતાં. આ સિસ્ટમને કારણે જ. હાલ દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. એક અનુમાન મુજબ. આજથી રાજસ્થાનના પશ્ચિમના ભાગોથી ચોમાસું વિદાય દે તેવી શક્યતા હતી. પરંતુ., આ સિસ્ટમને કારણે. ચોમાસાની વિદાય હવે ધીમી પડે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં. દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમને પગલે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની IMD દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ. અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં. ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે.