હવે ભણતર નહીં લાગે બોરિંગ ! બાળકો માટે ChatGPTના 5 ખાસ ફીચર્સ, વાલીઓની ચિંતા પણ થશે દૂર
ChatGPT for Teens ના 5 ફીચર્સ બાળકોના અભ્યાસને સરળ અને મજેદાર બનાવી શકે છે. Study Mode, Quiz અને Visual Learning જેવી સુવિધાઓ બાળકોને વધુ સારી રીતે શીખવામાં મદદ કરી શકે છે.

આજકાલ બાળકોના ભણવા અને હોમવર્ક કરવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. અગાઉ કોઈ સવાલનો જવાબ શોધવા માટે પુસ્તકોનાં પાનાં ફેરવવા પડતાં હતાં, જ્યારે હવે ChatGPT જેવા AI ટૂલ્સ થોડા જ સેકન્ડમાં માહિતી આપી શકે છે. (Image Source | iStock)

ભણતરની સાથે પોતાની રીતે વિચારવા અને સુરક્ષિત રીતે AI નો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં Study Mode, Homework Reminders, Quiz, Learning Visualization અને Parental Controls જેવા ફીચર્સ સામેલ છે. (Image Source | iStock)

Study Mode એવા બાળકો માટે ઉપયોગી થઈ શકે છે, જેઓ કોઈ સવાલનો જવાબ મેળવવાની સાથે તેની પાછળનું કારણ પણ સમજવા માંગે છે. આ મોડમાં ChatGPT મુશ્કેલ સવાલને નાના-નાના પાર્ટમાં સમજાવી શકે છે. તે બાળકને હિન્ટ આપી શકે છે અને વચ્ચે-વચ્ચે સવાલ પૂછીને તેની સમજ પણ ચકાસી શકે છે. આ રીતે બાળક માત્ર જવાબ યાદ કરવાને બદલે પોતે જવાબ ઉકેલવાનો પ્રયાસ કરી શકે છે. (Image Source | iStock)

ઘણી વખત બાળકો ChatGPT ને સીધું આખું અસાઇનમેન્ટ લખી આપવા માટે કહી દે છે. હોમવર્ક રિમાઇન્ડરનો હેતુ આવા ઉપયોગને શીખવાની દિશામાં લઈ જવાનો છે. ઉદાહરણ તરીકે, જો બાળક ChatGPT ને History નું આખું અસાઇનમેન્ટ લખવા કહે, તો તેને જરૂરી મુદ્દાઓ સમજવામાં અને પોતાનો જવાબ તૈયાર કરવામાં મદદ મળી શકે છે. એટલે કે માત્ર કામ પૂરું કરવા કરતાં વિષયને સમજવા પર પણ ધ્યાન આપી શકાય છે. (Image Source | iStock)

કોઈ ચેપ્ટર વાંચી લેવું પૂરતું નથી. બાળકને તે કેટલું સમજાયું છે તે જાણવું પણ જરૂરી છે. ChatGPTની મદદથી બાળકો કોઈ પણ વિષય પર Quiz અને Practice Questions તૈયાર કરી શકે છે. આ પ્રશ્નો ઉકેલીને બાળકો જાણી શકે છે કે કયો ભાગ સારી રીતે સમજાયો છે અને કયા વિષય પર ફરીથી મહેનત કરવાની જરૂર છે. આ રીતે ભણતરની સાથે પ્રેક્ટિસ પણ કરી શકાય છે. (Image Source | iStock)

ગણિત અને વિજ્ઞાનના કેટલાક Concepts માત્ર વાંચીને સમજવા મુશ્કેલ હોઈ શકે છે. આવી સ્થિતિમાં Graph, Formula અને અલગ-અલગ Stepsને જોઈને શીખવું સરળ બની શકે છે. ChatGPTના Visualization Learning ફીચરમાં 70થી વધુ Maths અને Science Concepts ને Visual રીતે સમજવાની સુવિધા આપવામાં આવી છે. (Image Source | iStock)

બાળકો AI નો ઉપયોગ કેવી રીતે કરે છે તેને લઈને Parents ની ચિંતા ઓછી કરવા માટે Parental Controls પણ આપવામાં આવ્યું છે. Linked Parent Account દ્વારા કેટલીક Settings મેનેજ કરી શકાય છે. અભ્યાસ દરમિયાન નવી Chat ને Study Mode માં શરૂ કરાવી શકાય છે. જ્યારે Quiet Hours ની મદદથી નક્કી કરેલા સમયે ChatGPT ના ઉપયોગને મર્યાદિત કરી શકાય છે. Parents Voice Mode, Image Generation અને કેટલીક અન્ય Settings પણ મેનેજ કરી શકે છે. (Image Source | iStock)
આ પણ વાંચો, Tips and Tricks: વાઇ-ફાઇ રાઉટરના પાછળ આપેલા USB પોર્ટના અદ્ભુત ફાયદા, જાણો શું શું થશે કનેક્ટ
