વડોદરા વાસીઓ માટે અનોખી પહેલ, ‘ઈન્દ્રપ્રસ્થનું રસોડું’ પરથી દરરોજ 500 લીટર છાશનું નિઃશુલ્ક વિતરણ
રાહદારીઓને ગરમીમાં રાહત મળે માત્ર સેવાના ઉદ્દેશ સાથે ‘છાશની પરબ’ ચલાવવામાં આવે છે. ગોત્રી સરકારી દવાખાના (GMERS) હોસ્પિટલના દરવાજા સામે આવેલ ઈન્દ્રપ્રસ્થનું રસોડું પરથી 600 લીટર મસાલા છાશ તૈયાર કરી છેલ્લા 25 દિવસથી વિતરણ કરવામાં આવી રહી છે.


ઉનાળામાં આગ વરસાવતી ગરમીને લીધે લોકો પરેશાન થઈ ગયા છે આ કાળઝાળ ગરમીમાં લોકો છેલ્લાં ઘણાં દિવસોથી બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે છે આકરા ઉનાળામાં લોકોને રાહત મળે તે માટે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ (ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન) સંચાલિત 'ઇન્દ્રપ્રસ્થનું રસોડું' ખાતે છેલ્લા ૨૫ દિવસથી પાર્શ્વ જલ સેવા (પાણી ની પરબ) શરૂ કરવામાં આવી છે.

રહેદારીઓ ને ગરમીમાં રાહત મળે માત્ર સેવાના ઉદ્દેશ સાથે ગરમીથી રાહત આપવા ‘છાશની પરબ’ ચલાવવામાં આવે છે. ગોત્રી સરકારી દવાખાના (GMERS) હોસ્પિટલના દરવાજા સામે આવેલ ઇન્દ્રપ્રસ્થનું રસોડું પરથી ૬૦૦ લીટર મસાલા છાશ તૈયાર કરી છેલ્લા ૨૫ દિવસથી વિતરણ કરવામાં આવી રહી છે. અહીં દરરોજ અંદાજે ૧૦૦૦ થી વધુ લોકો છાશ પીવા માટે આવે છે.

ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સાંસદસભ્ય રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેટળ અને દાતાઓના સહયોગથી છેલ્લા એક વર્ષથી ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી પુરૂ પાડવાનો સંકલ્પ સાથે માત્ર ૫ રૂપિયાના ટોકન લઇ સાત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહયું છે.

જ્યાં સરકરી દવાખાનામાં દાખલ દર્દીઓના સગાસંબંધી અને રહેદારીઓને પીવાના પાણી માટે પડી મુશ્કેલી જોઈ તાત્કાલિક પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. અને સત્તત બીજા વર્ષે મસાલા છાશનું નિઃશુલ્ક વીતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે બે મહિના સુધી આ કેન્દ્ર અવિરત કાર્યરત રહેશે.

ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આજદિન સુધી કોઈ પણ પ્રકારની સરકારી સહાય લીધા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરી રહયું છે. માજી મેયર ભરતભાઈ શાહ,ડો. વિદ્યાસાગર પટેલ, હિમાંશુ સટોડિયા, જીતેન્દ્ર રાય, નટુ પુરોહિત સહીત મીત્ર મંડળ દ્વારા નીઝામપુરા સ્થિત ડીલક્ષ ચાર રસ્તા ખાતે દર રવિવારના રોજ ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પાણી અને મસાલા છાસનું નિઃશુલ્ક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

































































