lioness In House : પરિવાર સુતો હતો ત્યારે ખુંખાર સિંહણ ઘરમાં ઘૂસી ગઇ, પરિવારના લોકો ધ્રૂજી ગયા, જુઓ Video
જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ અચાનક ઘૂસી જાય તો... વાત વિચારીને પણ રૂંવાટા ઉભા થઈ જાય, પરંતુ અમરેલીમાં હકીકતમાં આ ઘટના બની છે. જ્યાં રાજુલાના કોવાયા ગામમાં એક મકાનમાં મધરાતે અચાનક એક સિંહ ઘૂસી આવ્યો. જેને જોઇને પરિવારજનો ધ્રુજવા લાગ્યા હતા.
જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ અચાનક ઘૂસી જાય તો… વાત વિચારીને પણ રૂંવાટા ઉભા થઈ જાય, પરંતુ અમરેલીમાં હકીકતમાં આ ઘટના બની છે. જ્યાં રાજુલાના કોવાયા ગામમાં એક મકાનમાં મધરાતે અચાનક એક સિંહ ઘૂસી આવ્યો. જેને જોઇને પરિવારજનો ધ્રુજવા લાગ્યા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં આ ઘટના સાચે જ બની છે. ઘરમાં સૂતેલા લોકોને મકાનમાંથી અવાજો આવતા અને અચાનક ગતિવિધિનો અંદાજ લગાવતા બેટરી મારીને જોયુ, તો લાઇટ પડતાં જ જે જોયુ તે જોઇને તેઓ ચોંકી ઉઠ્યા, કારણ કે ઘર અંદર જંગલની સિંહણ હતી. સામાન્ય રીતે સિંહ રહેણાંક વિસ્તારોમાં ઘુસી આવતો હોય છે. જો કે સિંહ ઘરમાં ઘુસી જાય તેવુ ભાગ્યે જ બનતુ હોય છે, ત્યારે સિંહણને આ રીતે છતના ભાગમાંથી ઘરમાં આવતી જોઇને પરિવાર ડઘાઇ ગયો.
થોડી વાર પછી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આસપાસના લોકોને આ ઘટના ધ્યાને આવતા સાવચેતી રાખીને લોકો એકઠા થયા હતા. આ બધાએ ભેગા થઇને સિંહણને બુમો પાડીને અને પડકાર કરીને જેમ તેમ કરીને ભગાડી. જે પછી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ
