TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
વડોદરાની શાળાના શિક્ષક સંજય બચ્છાવે આ વર્ષે દેશની સરહદોની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને 55,000 રાખડીઓ મોકલી રહ્યા છે. તેમની સાથે વડોદરાના સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા હતા.
Vadodara: વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યૂઝિકના તૃતીય વર્ષ વાયોલીનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઊર્મિ રાકેશ મહિસુરીને રાષ્ટ્રીય કક્ષાએ સ્કોલરશિપ ટુ યંગ આર્ટિસ્ટ ઈન ડિફરન્ટ કલ્ચરલ ફીલ્ડ ( હ્યૂમન રિસોર્સ ડેવલપમેન્ટ ) ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા સ્કોલરશિપ એવોર્ડ પ્રાપ્ત થયો.
રાહદારીઓને ગરમીમાં રાહત મળે માત્ર સેવાના ઉદ્દેશ સાથે ‘છાશની પરબ’ ચલાવવામાં આવે છે. ગોત્રી સરકારી દવાખાના (GMERS) હોસ્પિટલના દરવાજા સામે આવેલ ઈન્દ્રપ્રસ્થનું રસોડું પરથી 600 લીટર મસાલા છાશ તૈયાર કરી છેલ્લા 25 દિવસથી વિતરણ કરવામાં આવી રહી છે.