Travel tips : માર્ચ મહિનામાં ગુજરાતના આ સ્થળોએ કરો સસ્તી ટ્રિપ, જુઓ ફોટો
જો તમે પરિવાર સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો માર્ચ મહિનામાં ગુજરાતમાં એવા કેટલાક સુંદર સ્થળો આવેલા છે. જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો. અહિ ઓછા બજેટમાં બમણી મજા કરી શકશો.

માર્ચ મહિનો એક એવો મહિનો છે જેમાં ન તો ખૂબ ગરમી હોય છે અને ન તો ખૂબ ઠંડી. આ સમય દરમિયાન, તમે ગમે ત્યારે અને ગમે ત્યાં ફરવા જઈ શકો છો.જો તમે આ વર્ષે માર્ચમાં ફરવા માટે કોઈ સ્થળ શોધી રહ્યા છો, તો ગુજરાતના આ સ્થળો વિશે જાણો, જ્યાં તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે મુલાકાત લઈ શકો છો.

લોકો ઘણીવાર એક બીજા મિત્રોને ફોન કરીને પૂછે છે કે માર્ચ મહિનામાં ક્યાં ફરવા જવું. આજે અમે આ પ્રશ્નનો જવાબ જણાવીશું અને માર્ચમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો વિશે જાણીએ,જ્યાં તમે મિત્રો અને પરિવાર સાથે મજાની સફર કરી શકો છો.

ઉનાળાની રજાઓમાં તમે બાળકો સાથે અમદાવાદ ફરવા માટે આવી શકો છો. અહીં ફરવા લાયક અનેક જગ્યાઓ આવેલી છે.રાત્રિના સમયે તમે બાળકો સાથે રિવરફ્રન્ટની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને ઠંડીનો અનુભવ થશે.

જો માર્ચ મહિનામાં તમે કોઈ દરિયાકિનારે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાતનો આ બીચ તમારા માટે બેસ્ટ રહેશે. શિવરાજ પુર બીચ દ્વારકાના રૂકમણી મંદિરથી 15 મિનિટ અંત્તરે આવેલો છે. અહિ વૉટર રાઈડ અને સ્કુબા ડાઇવિગ હોવાથી લોકોમાં તેનું એક અલગ જ આકર્ષણ છે, બાળકોને અહી ખુબ મજા આવશે.

ગીર નેશનલ પાર્ક સિંહો માટે પ્રખ્યાત છે. જો બાળકોને 2 -3 દિવસની રજા છે. તો સાસણ ગીર જરુર ફરવા માટે લઈ જજો.હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાસણગીરની મુલાકાત લીધી હતી.

ગુજરાતનું સુંદર શહેર સુરત, ફરવા માટે ખૂબ જ સારું સ્થળ છે. જો તમે અહીં જવા માંગતા હો, તો તમે તમારા પાર્ટનર અથવા મિત્રો સાથે પણ જઈ શકો છો. અહીં રાઇડ્સ અને અનેક એક્ટિવિટીનો આનંદ માણી શકો છો. આ તમારી સફરની મજા બમણી કરી દેશે. સુરતમાં ચોપાટી બીચ પર ફરવાની ખુબ મજા આવશે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































