દેવભૂમિ દ્વારકા
ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાનું વહીવટી મથક ખંભાળિયામાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા, નાગેશ્વર, દ્વારકા જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.
ચાર ધામમાંથી એકધામ દ્વારકા છે. જ્યાં દ્વારકાધીશનું પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળુ મંદિર આવેલુ છે. 60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટદ્વારકા આવેલું છે. આ તીર્થ વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે.