સોમનાથ મંદિર
સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.
ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.