Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણે બનાવી હતી દેશની પ્રથમ ઈ-રિક્ષા ? શહેરથી લઈને ગામડા સુધી છે લોકોની પહેલી પસંદ

તમે રસ્તા પર દોડતી ઘણી ઈ-રિક્ષાઓ જોઈ હશે, પરંતુ શું તમને ખબર છે કે પહેલી ઈ-રિક્ષા કોણે બનાવી હતી ? એક સમય હતો જ્યારે રસ્તાઓ પર માત્ર પેડલ રિક્ષાઓ જ જોવા મળતી હતી, પરંતુ હવે પેડલ રિક્ષાની સાથે સાથે ઈ-રિક્ષા પણ રસ્તાઓ પર મુસાફરોને લઈને જતી જોવા મળે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ઈ-રિક્ષા બનાવવાનો ઈનોવેટિવ આઈડિયા કોનો હતો ?

| Updated on: Dec 26, 2024 | 8:08 PM
તમે રસ્તા પર દોડતી ઘણી ઈ-રિક્ષાઓ જોઈ હશે, પરંતુ શું તમને ખબર છે કે પહેલી ઈ-રિક્ષા કોણે બનાવી હતી ? એક સમય હતો જ્યારે રસ્તાઓ પર માત્ર પેડલ રિક્ષાઓ જ જોવા મળતી હતી.

1 / 6
હવે પેડલ રિક્ષાની સાથે સાથે ઈ-રિક્ષા પણ રસ્તાઓ પર મુસાફરોને લઈને જતી જોવા મળે છે. ઇ-રિક્ષાના આગમન સાથે લોકોનું જીવન સરળ બન્યું છે કારણ કે આ રિક્ષા કોઈપણ અવાજ અને પ્રદૂષણ વિના રસ્તા પર ચાલે છે.

2 / 6
વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે ઈ-રિક્ષાની ડિઝાઈન બનાવનાર વ્યક્તિની કહાની શેર કરી હતી. અનિલ અગ્રવાલે જણાવ્યું કે પ્રથમ ઈ-રિક્ષા ડૉ.અનિલ રાજવંશીએ બનાવી હતી. તેમણે 1995માં મહારાષ્ટ્રના ફલટનમાં ઇલેક્ટ્રિક રિક્ષા બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

3 / 6
5 વર્ષ પછી 2000માં ઇ-રિક્ષાનો પ્રથમ પ્રોટોટાઇપ તૈયાર થયો. ઇ-રિક્ષાનો પ્રોટોટાઇપ જેવો દુનિયા સામે આવ્યો કે, તરત જ ઘણા લોકોએ તેની નકલ શરૂ કરી અને ઘણા લોકોએ તેમાં સુધારા પણ કર્યા.

4 / 6
અનિલ રાજવંશી આઈઆઈટી કાનપુરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, ત્યારબાદ તેમણે અમેરિકાના ફ્લોરિડામાંથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ 1981માં ભારત પાછા ફર્યા.

5 / 6
ડૉ. રાજવંશીના નામે કુલ 7 પેટન્ટ છે અને ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. રાજવંશી મહાત્મા ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા, ભારત આવ્યા બાદ તેમણે ઈ-રિક્ષા જેવા બીજા ઘણા પ્રોજેક્ટ પર કામ કર્યું.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">