સિક્સર કિંગના પિતા ક્રિકેટર, રાજકારણ અને બોલિવુડમાં કરી ચૂક્યા છે કામ, આવો છે પરિવાર
યોગરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને અભિનેતા છે, જે યુવરાજ સિંહના પિતા છે. તેમણે એક ટેસ્ટ અને છ વનડે મેચ રમ્યા, અને બાદમાં પંજાબી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. યોગરાજ સિંહના પરિવાર વિશે જાણીએ

યોગરાજ સિંહે શબનમ કૌર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેમના છૂટાછેડા થઈ ગયા. તેમનો મોટો પુત્ર, યુવરાજ સિંહ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે. તેમનો બીજો પુત્ર ઝોરાવર સિંહ છે.

યોગરાજ સિંહની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે રસપ્રદ માહિતી જાણો

2011માં તેમના પુત્ર, યુવરાજને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તે તેમાંથી સ્વસ્થ થઈ ગયો હતો.યોગરાજની ક્રિકેટ તાલીમ તેમના બાળપણમાં તેમના પુત્ર યુવરાજ પ્રત્યે કઠોર હતી

દંપતીના છૂટાછેડા પછી, તેમના પુત્ર, યુવરાજે, તેની માતા સાથે રહેવાનું નક્કી કર્યું.બાદમાં તેમણે સતબીર કૌર સાથે લગ્ન કર્યા.તેમના બીજા લગ્નથી તેમને એક પુત્ર, વિક્ટર સિંહ અને એક પુત્રી અમરજોત કૌર છે.

પૂર્વ ક્રિકેટર અને અભિનેતા યોગરાજ સિંહ 25 માર્ચના રોજ 67મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ભાગ મિલ્ખા ભાગ ફિલ્મથી ચાહકોનું મન જીતી લીધું હતુ. તો આજે આપણે યોગરાજ સિંહના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને પરિવાર વિશે જાણીએ.

પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહને આજે ઓળખની કોઈ જરુર નથી. તે ફિલ્મો સિવાય વિવાદોમાં પણ રહે છે.યોગરાજ સિંહનો જન્મ 25 માર્ચ 1958ના રોજ ચંદીગઢ પંજાબમાં થયો હતો.યોગરાજ સિંહનો વિવાદો સાથે જૂનો સંબંધ છે.

યોગરાજ સિંહે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરુઆત વર્ષ 1980માં કરી હતી. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ યોગરાજ સિંહે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયરની શરુઆત કરી હતી. અભિનેતા યોગરાજ સિંહે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 1983માં કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ બંટવારા હતી. જેમાં તે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સાથે જોવા મળ્યા હતા.

યોગરાજ સિંહે પોતાની અભિનય કારકિર્દીમાં અત્યાર સુધીમાં કુલ સાત હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. યોગરાજ સિંહે બોલિવુડની સાથે સાઉથ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

2009ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં, તેમણે ભારતીય રાષ્ટ્રીય લોકદળની ટિકિટ પર પંચકુલા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી. તેમને 16932 મત મળ્યા, જે કુલ મળેલા મતોના 20.51% હતા. પરંતુ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દેવેન્દ્ર કુમાર બંસલ સામે 12230 મતોથી હારી ગયા.

યોગરાજ સિંહે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પર તેમના પુત્ર યુવરાજ સિંહની કારકિર્દી બગાડવાનો આરોપ લગાવ્યો હતો અને તેની ટીકા કરી હતી. તેમના મતે, ધોનીના કારણે યુવરાજને 2015ની ક્રિકેટ વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટના સૌથી ધનિક ખેલાડીઓમાંનો એક છે. ક્રિકેટ ઉપરાંત, તે બીજી ઘણી જગ્યાએથી કમાણી કરે છે. યુવરાજે પોતાની કારકિર્દીમાં કુલ 3 ICC ટ્રોફી પણ જીતી હતી.

યોગરાજ સિંહે ભારત માટે છ વનડે મેચ પણ રમી હતી. આ છ મેચોમાં, તે ચારમાં ન્યુઝીલેન્ડ સામે અને બેમાં ઓસ્ટ્રેલિયા સામે રમી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































