Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Delhi Capitals vs Sunrisers Hyderabad Score : સ્ટાર્ક અને ડુ પ્લેસિસ સામે સનરાઇઝર્સનું શરણાગતિ, દિલ્હીનો સતત બીજો વિજય

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2025 | 7:01 PM

IPL 2025ની મેચ નંબર 10 દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે છે. આ મેચ વાઈજેગ ગ્રાઉન્ડ પર રમાશે, જે દિલ્હી ટીમનું હોમ ગ્રાઉન્ડ છે.

IPL 2025 Delhi Capitals vs Sunrisers Hyderabad Score  :  સ્ટાર્ક અને ડુ પ્લેસિસ સામે સનરાઇઝર્સનું શરણાગતિ, દિલ્હીનો સતત બીજો વિજય

IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલી વાર એકબીજા સામે આવી રહ્યા છે. આ મેચ વિશાખાપટ્ટનમમાં છે. IPLમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચેની સ્પર્ધા ખૂબ જ જોરદાર રહી છે. પરંતુ આ વખતે ટીમ અલગ છે. કેપ્ટન નવા છે

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Mar 2025 05:02 PM (IST)

    IPL 2025 Live Score : અનિકેતે આઈપીએલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી

    અનિકેતે આઈપીએલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી. ઓલરાઉન્ડર અનિકેતને ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

  • 30 Mar 2025 04:21 PM (IST)

    DC vs SRH Live Score : નવા ખેલાડીએ SRHની આશાઓ વધારી

    દિલ્હી સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો. પરંતુ પછી SRH ના નવા ખેલાડી અનિકેત વર્માએ મોટા સ્કોરની આશા ફરી જીવંત કરી છે. અનિકેત વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે.

  • 30 Mar 2025 03:58 PM (IST)

    DC vs SRH Live Score :હૈદરાબાદે 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી

    દિલ્હી કેપિટલ્સ સામે અભિષેક શર્મા રન આઉટ થયો હતો. પહેલી ઓવરમાં આઉટ થયા પછી, ઈશાન કિશન ત્રીજી ઓવરના પહેલા બોલ પર આઉટ થઈ ગયો. જ્યારે તે જ ઓવરના ત્રીજા બોલ પર નીતિશ કુમાર રેડ્ડી પણ આઉટ થયો. સ્ટાર્કે એક જ ઓવરમાં ઇશાન અને રેડ્ડીને આઉટ કર્યા.

  • 30 Mar 2025 03:38 PM (IST)

    Delhi Capitals vs Sunrisers Hyderabad Live Score :અભિષેક શર્મા રન આઉટ, હૈદરાબાદને પહેલો ઝટકો

    હૈદરાબાદને પહેલો ઝટકો

  • 30 Mar 2025 03:18 PM (IST)

    IPL 2025 Live Score : કેએલ રાહુલ ડીસી માટે પહેલી મેચ રમશે

    પિતા બન્યા બાદ કેએલ રાહુલ આઈપીએલના મેદાનમાં પાછો ફર્યો છે. અને, ડીસી માટે તેનો પહેલો મેચ SRH સામે રમશે. રાહુલે સમીર રિઝવીનું સ્થાન લીધું છે.

  • 30 Mar 2025 03:16 PM (IST)

    DC vs SRH Live Score :SRHએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો

    દિલ્હી કેપિટલ્સ સામે SRHએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે દિલ્હીની ટીમ પહેલા બોલિંગ કરશે.

  • 30 Mar 2025 02:46 PM (IST)

    સહકારી વિભાગના વિવાદાસ્પદ પરિપત્રથી સહકારી મંડળીઓના હોદ્દેદારોમાં કચવાટ

    ગુજરાતના સહકારીતા વિભાગે બહાર પાડેલા એક પરિપત્રથી વિવાદ સર્જાયો છે. સહકારીતા વર્ષની ઉજવણી માટે સહકાર વિભાગે, ખેડૂતોની સહકારી મંડળી પાસેથી નફાના 20 ટકા ઉજવણી માટે માંગતા વિવાદ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025 ની ઉજવણીને ધ્યાને રાખીને  પરિપત્ર કરાયો છે. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ખેડૂતોના નફાના રૂપિયા ઉજવણી માટે માંગતા વાંધો ઉઠાવ્યો છે. ખેડૂતોના ઉત્થાન માટે ચાલતી સંસ્થાના રૂપિયા ભાજપ સરકાર ઉત્સવમાં વાપરવા માંગે છે. ઉત્સવો ખેડૂતોના રૂપિયાથી કેમ કરવા જોઈએ ? તેવો સવાલ પણ કરવામાં આવ્યો છે.

  • 30 Mar 2025 01:34 PM (IST)

    ઓડિશામાં કામાખ્યા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતર્યા

    કામાખ્યા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના રેલવેના ખુર્દા ડિવિઝનમાં બની હતી. પાટા પરથી ડબ્બા ઉતરી ગયા હોવાનો બનાવ બન્યો છે પરંતુ સદનસીબે હજુ કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.

  • 30 Mar 2025 12:46 PM (IST)

    ગીરના ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ માણતા રાજકોટના પાંચ નબીરા પકડાયા

    ગીર સોમનાથના ગીરના ફાર્મ હાઉસમાંથી દારુની મહેફિલ માણતા પાંચ પકડાયા છે. તાલાલાના ભોજદે ગામે આવેલ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. તાલાળા પોલીસ ભોજદે ગીર ગામે પેટ્રોલિંગમાં હતી અને ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફીલ માણતા ઝડપાયા છે.એપીક ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફીલ માણતા ઝડપાયા. તાલાળા પોલીસે ઝડપાયેલા પાંચેય રાજકોટના શખ્સો અને ફાર્મ હાઉસ સંસાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલેખનીય છે થોડા દિવસ પહેલા પણ તાલાળા ગીરના એક ફાર્મ હાઉસમાં થી 55 જૂગારીઓ સાથે સૌથી મોટુ જુગારધામ પકડાયું હતુ. ત્યારે વધુ એક વાર ગીરના ફાર્મ હાઉસમાં થી દારૂની મહેફીલ માણતા ઝડપાયા છે.

  • 30 Mar 2025 12:27 PM (IST)

    સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ એક બફાટ કરતો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ

    રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ એક બફાટ કરતો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો કેટલો જૂનો છે તેની પૃષ્ટી ટીવી9 કરતુ નથી. પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં સરધારના સ્વામી નિત્યસ્વરૂપદાસજી એવુ બોલ્યા છે કે, ભગવાન સ્વામિનારાયણ એ શાખાઓ વધતા વિરાટ પ્રધાન બ્રહ્મા વિષ્ણુ મહેશ શંકર બનાવ્યા. એની શાખાઓ બોહુ વધતા ઇંદ્ર અને તેત્રીસ કરોડ દેવતા આ બધી શાખાઓ વધારતા ગયા. એક અને એકની પાછળ ઝૂમખું થતું ગયું 33 કરોડ દેવતા ઇન્દ્રની સાથે ઝૂમખું થયું છે. એક એક દેવની પાછળ લાખો અને કરોડોના ઝૂમખાં થતાં ગયા.

  • 30 Mar 2025 10:38 AM (IST)

    પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું ચેટીચાંદ મહોત્સવમાં સ્ફોટક નિવેદન, મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાનો નથી

    સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્ફોટક નિવેદન કર્યું છે.  તેમણે કહ્યું કે, ભૂતકાળ ભૂલી જવાનો, પણ એ નહીં ભૂલવાનું કે પાકિસ્તામાં અત્યાચાર થયો હતો. મુસલમાનોએ અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે. આપણા અનેક મંદિરો મુસલમાનોએ તોડી કબ્જે લઈ મસ્જિદો બનાવી છે. ધીમે ધીમે સીએમ યોગી આદિત્યનાથ જે કામ કરે છે. જે બધું પાછું આવશે. આપણે સહકાર આપવાનો છે. માત્ર જોઈ નથી રહેવાનું, જરૂર પડે મદદ કરવાની છે. ઔરંગઝેબનું પાછું ભૂત ધૂણે છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કાંઈક ઉપાય કરશે. સીએમ દેવેદ્ર ફડણવીસ ઉપાય કરશે. જે લોકોએ આપણા પર અત્યાચાર કર્યો, બેન દીકરીઓની આબરૂ લૂંટી, દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરી ફરજિયાત લગ્ન કર્યા, તે કલંકરૂપ ભૂતકાળ ભૂલીને એમાં તકલીફ પડી હોય એને મદદરૂપ થવાનું છે. સિંધી સમાજે 1947 માં ખૂબ તકલીફ સહન કરી, હવે સારું છે.

  • 30 Mar 2025 09:59 AM (IST)

    સુરતમાં રૂપિયા 8 લાખની લૂંટ કરનાર આરોપી, 18 વર્ષે મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપાયો

    સુરતમાં 2007માં 8 લાખની લૂંટ કરનાર આરોપી, 18 વર્ષે મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપાયો છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં નોંધાયેલા ઘાડ઼ અને લૂટ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે. આ બનાવના ફરિયાદી ગોડાદરા વિસ્તારમાં મધુર જવેલર્સ ચલાવતો હતો. ફરિયાદી જ્વેલર્સ શો રૂમ બંધ કરવાના હોય ત્યારે જ આરોપી સહિત કુલ 18 જેટલા લોકો જ્વેલર્સમાં ધસી આવ્યા હતા. જ્યાં ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને મારમારી તેઓને જમીન ઉપર સુવડાવી લૂંટ કરી હતી. લૂંટમાં સોના ચાંદીના ઘરેણા રોકડા રૂપિયા તથા તોડફોડ કરી કુલ રૂપિયા 8,44,000ની લઈને ફરાર થઈ ગયા હતા. જે મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી અને તેઓના સાગરીતો વિરુદ્ધ ગુન્હો દાખલ થયો હતો. જેથી આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા 18 વર્ષથી નાસતોફરતો હતો. આરોપી વિરુદ્ધ આંધ્રપ્રદેશમાં પણ લુટના કુલ પાંચ ગુન્હા નોંધાયા છે. આ ઉપરાંત આરોપી અગાઉ મહારાષ્ટ્રના નાશીક અને વલસાડના ઉમરગામ ખાતે ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે.

  • 30 Mar 2025 09:55 AM (IST)

    મહેસાણામાં હડતાળિયા 186 આરોગ્ય કર્મી ટર્મિનેટ કરાયા

    મહેસાણા જિલ્લામાં હડતાળ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. જિલ્લામાં હડતાળિયા કુલ 580 પૈકી 186 કર્મીને ટર્મિનેટ કરી દેવાયા છે. તંત્રે હડતાળ પર ગયેલા કર્મચારીઓને અલ્ટિમેટમ અપાતા, 134 કર્મી ફરજ પર હાજર થયા છે. આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર આઉટ સોર્સિંગથી જગ્યાઓ ભરવામાં આવશે.

  • 30 Mar 2025 08:03 AM (IST)

    ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા વૈષ્ણોદેવી મંદિરે જામી ભક્તોની ભીડ

    ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે જ જમ્મુમાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. નવરાત્રી દરમિયાન, નવ દિવસ દેવી દુર્ગા એક અલગ સ્વરૂપને સમર્પિત હોય છે, જેમાં ભક્તો પહેલા દિવસે મા શૈલપુત્રીની ભક્તિભાવ પૂર્વક પૂજા કરે છે.

  • 30 Mar 2025 07:48 AM (IST)

    ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મા મહાકાળીની મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરાયું છે. પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત 2 શિફ્ટમાં ગોઠવવામાં આવ્યો છે. 3 Dysp, 12 PI, 30 PSI સાથે એક SRP કંપની મળી 950 કરતા વધુ પોલીસ જવાન ખડે પગે બંદોબસ્તમા જોડાયા છે. પાવાગઢ ખાતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી એસ.ટી બસોની ખાસ વ્યવસ્થા કરાઈ છે. 50થી વધુ એસટી બસો યાત્રાળુઓ માટે મૂકવામાં આવી છે.

  • 30 Mar 2025 07:40 AM (IST)

    ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી માટે NDRFની વિશેષ ટીમને મ્યાનમાર મોકલાઈ

    ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્ય માટે NDRFની વિશેષ ટીમને મ્યાનમાર મોકલવામા આવી છે. ગાઝિયાબાદ સ્થિત 8મી બટાલિયન કમાન્ડન્ટ પીકે તિવારીના નેતૃત્વ હેઠળ, એક અર્બન સર્ચ એન્ડ રેસ્ક્યુ (USAR) ટીમને મ્યાનમાર મોકલવામાં આવી છે. NDRFના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) મોહસીન શહેદીએ જણાવ્યું હતું કે, ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી માટે 24 થી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે આ સમય દરમિયાન કાટમાળમાં ફસાયેલા લોકોને જીવતા બહાર કાઢવાની શક્યતા અનેકગણી વધી જતી હોય છે. NDRF ટીમને કોંક્રિટ કટર, ડ્રિલ મશીન, હેમર, પ્લાઝ્મા કટીંગ મશીન જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ કરવામાં આવી છે, જે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરશે.

  • 30 Mar 2025 07:34 AM (IST)

    ભૂકંપગ્રસ્ત મ્યાનમારને ભારતે મોકલી 60 ટન રાહત સામગ્રી

    ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદરૂપે, ભારતે 60 ટન રાહત સામગ્રી મોકલી છે. ભારતીય વાયુસેનાના 2 C-17 વિમાન 60 ટન રાહત સામગ્રી સાથે મ્યાનમાર પહોચ્યા છે.

  • 30 Mar 2025 07:22 AM (IST)

    મુખ્તાર અંસારી ગેંગના શૂટર અનુજ કન્નૌજિયાનું એન્કાઉન્ટર

    ઝારખંડ: યુપી એસટીએફ અને ઝારખંડ પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં, શનિવારે મુખ્તાર અંસારી ગેંગના શૂટર અનુજ કન્નૌજિયા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

Published On - Mar 30,2025 7:21 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">