ઈલેક્ટ્રિક વાહન
ઈલેક્ટ્રિક વાહન (EV)માં એન્જિનને બદલે ઈલેક્ટ્રિક મોટર હોય છે. ઈલેક્ટ્રિક મોટરને પાવર આપવા માટે મોટી ટ્રેક્શન બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવે છે. ઈલેક્ટ્રિક વાહનોમાં ઇંધણ તરીકે વીજળીનો ઉપયોગ થાય છે. ઈલેક્ટ્રિક વાહનો ચલાવવા માટે તેની બેટરી ચાર્જ કરવી પડે છે, જે રિચાર્જેબલ છે. આ વાહનો પર્યાવરણને અનુકૂળ પણ છે, કારણ કે તે કોઈપણ પ્રકારનો ધુમાડો છોડતા નથી. હાલમાં વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ વધ્યો છે, જેમાં ઈલેક્ટ્રિક કાર, ઈલેક્ટ્રિક સ્કૂટર, ઈલેક્ટ્રિક બાઇકનો સમાવેશ થાય છે, તો ઈલેક્ટ્રિક ટ્રક સહિતના વાહનો પણ માર્કેટમાં આવી રહ્યા છે.