30.3.2025

Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત

Image -  Soical media 

ઘરે છોડ ઉગાડતા હોવ તો તમે ઘરે સરળતાથી જૈવિક ખાતર તૈયાર કરી શકો છો.

જૈવિક ખાતર બનાવવા માટે જૂની ડોલ, ઢાંકણા, ફળો, શાકભાજીની છાલ, પાંદડા અને બચેલો ખોરાકની જરુર પડશે.

આ માટે ડોલના તળિયે નાના છિદ્રો બનાવો. આનાથી હવા અને પાણી બહાર નીકળી જશે.

ભીનો કચરો એટલે કે શાકભાજી - ફળોની છાલ અને સૂકા કચરો એટલે કે પાંદડા-કાગળનો એક સ્તર બનાવો.

થોડા દિવસ પછી તેને હલાવો અને થોડું પાણી છાંટો. તમારું ખાતર 30-45 દિવસમાં તૈયાર થઈ જશે.

માટીના કુંડામાં પણ જૈવિક ખાતર બનાવી શકાય છે. આ માટે, જૂના માટીના વાસણના તળિયે કેટલાક છિદ્રો બનાવો.

તેમાં રસોડાના કચરાને નાખવાનું શરૂ કરો. આ સાથે જ સૂકા પાંદડા પણ તમે ઉમેરી શકો છો.

ભેજ જાળવી રાખવા માટે દર થોડા દિવસે હલાવો. માટીના વાસણમાં બનાવવામાં આવેલુ ખાતર 45-60 દિવસમાં તૈયાર થઈ જશે.