આજનું હવામાન : ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી શકે છે. ભર ઉનાળે 31 માર્ચથી 2 એપ્રિલ વચ્ચે માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

ભાવનગરમાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ થઇ શકે તેમ છે.તો માવઠાની આગાહી વચ્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે છોટા ઉદેપુર, નર્મદા સુરત, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી તેમજ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનુ છે કે આવનારા સમયમાં ભીષણ ગરમીની પણ આગાહી કરવામાં આવી છે પરંતુ આવનારા અઠવાડિયામાં બીજી તારીખ બાદ રાજ્યના લોકો ગરમીના પ્રકોપનો સામનો કરશે.