Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે, આરોપીને બચાવવા ડ્રાઈવર બદલ્યો હોવાનો પીડિત પરિવારનો આક્ષેપ, જુઓ Video
રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર 21 માર્ચે અકસ્માત સર્જાયો જેમાં સારવાર હેઠળનાં 18 વર્ષીય યુવકનું મોત થયું. અકસ્માત સર્જનાર નબીરાઓ કાર મૂકી ફરાર થઇ ગયા હતા. અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના HOD રાજુ દવેનો પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર 21 માર્ચે અકસ્માત સર્જાયો જેમાં સારવાર હેઠળનાં 18 વર્ષીય યુવકનું મોત થયું. અકસ્માત સર્જનાર નબીરાઓ કાર મૂકી ફરાર થઇ ગયા હતા. અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના HOD રાજુ દવેનો પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે નબીરાઓએ વગનો ઉપયોગ કરી પોલીસ સાથે સેટિંગ કરી હતી. જેના પગલે તેમને ડ્રાઈવરની અદલા બદલી કરી નાખી છે.
નબીરા નહીં પણ ડ્રાઇવર પ્રવિણસિંહ જાડેજા ડ્રાઇવિંગ કરતો હતો તેવું દર્શાવાઇ રહ્યું છે. અકસ્માતનાં ઘટનાક્રમના CCTV સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ફરિયાદીનો આરોપ છે કે પોલીસ તેમને સહકાર નથી આપી રહી. તો બીજી તરફ પોલીસ ફરિયાદીનું લખાણ ટાંકી કહી રહી છે કે આરોપો પાયાવિહોણાં છે.
સમગ્ર મામલે CCTVમાં ચોંકાવનારો ખુલાસો
જો કે અકસ્માતમાં કુળદિપક ગુમાવનાર પરિવાર પોલીસની કાર્યવાહી અને સમગ્ર તપાસ પર સવાલ ઉઠાવી રહ્યો છે. સમગ્ર મામલે ફરિયાદી બનેલા પરાગના મિત્રનો આક્ષેપ છે કે તેમને આ કેસમાં પોલીસ તરફથી કોઈપણ પ્રકારની મદદ મળી જ નથી, એટલે જ હવે રજૂઆત ગૃહ વિભાગ સુધી પહોંચી છે.
તો જેમના પુત્રએ અકસ્માત સર્જ્યાનો આરોપ છે તેવા સૌરાષ્ટ્ર યુનિ.ના રાજુ દવેએ તમામ આક્ષેપોને નકાર્યા છે. તેમનું કહેવું છે કે તેમનો પુત્ર આમાં ક્યાંય સામેલ નથી. તેમણે પીડિત પરિવારને સેટિંગ કરવા કોલ કર્યો હોવાના આરોપો અંગે પણ નકારી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
