AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનિલ અંબાણી

અનિલ અંબાણી

જૂન 4, 1959 ના રોજ અનિલ અંબાણીનો જન્મ થયો હતો. તેઓનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતા ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી છે. ધીરુભાઈ અંબાણી એક ઉદ્યોગસાહસિક ભારતીય વ્યાપારી છે. જેમણે રિલાયન્સ ઉદ્યોગોની સ્થાપના કરી હતી. તેમણે 1977 વર્ષમાં રિલાયન્સ પબ્લિક કંપની બનાવી હતી. તેમનું મૃત્યુ વર્ષ 2002માં થયું હતું. તેમના મૃત્યુ પછી રિલાયન્સ ગ્રુપને બે ભાઈઓમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એટલે કે મુકેશ ધીરુભાઈ અંબાણી અને અનિલ ધીરુભાઈ અંબાણી. 1991 વર્ષમાં અનિલ અંબાણીએ ભારતીય અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો જય અનમોલ અંબાની અને જય અંશુલ અંબાણી છે. 2006માં રિલાયન્સ કમ્યુનિકેશન્સ ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની હતી. અનિલ અંબાણીનો તેમાં 66% હિસ્સો હતો. મોબાઇલ કમ્યુનિકેશન્સ માટે વૈશ્વિક સિસ્ટમ જીએસએમ તરીકે ઓળખાય છે, અને કોડ ડિવિઝન મલ્ટિપલ ઍક્સેસ (સીડીએમએ) મોબાઇલ કમ્યુનિકેશન્સ માટે બે પ્રમુખ ટેક્નોલોજી છે અને બે જીએસએમમાં એક ઍડવાન્સ્ડ અને ફ્લેક્સિબલ ટેક્નોલોજી છે. અનિલ અંબાણી હાલ રિલાયન્સ કોમ્યુનિકેશનમાં મોટા ફેરફારના કારણે સમાચારમાં છે.

Read More

Reliance ને રાહત, અનિલ અંબાણીની મોટી જીત.. લોન એકાઉન્ટ પરથી હટયો આ ટેગ, જાણો વિગત

2017 માં, કેનેરા બેંકે અનિલ અંબાણીની કંપની પર રૂ.1050 કરોડની લોનના દુરુપયોગનો આરોપ મૂક્યો હતો. આ નિર્ણયના કારણો બેંકે સ્પષ્ટ કર્યા નથી, પરંતુ આ કાનૂની વિવાદમાં મહત્વનો વળાંક આવ્યો છે.

રિલાયન્સ પાવરનું કમબેક : Reliance Power ના શેરમાં આવી શકે છે તેજી, અનિલ અંબાણીને HC તરફ મળી મોટી રાહત

અનિલ અંબાણીને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. રિલાયન્સ પાવર દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા અને બીએસઈ લિમિટેડને આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની પેટાકંપની રિલાયન્સ એનયુ સનટેક પ્રાઈવેટ લિમિટેડને પાવર ખરીદી કરારના પ્રસ્તાવિત સમાપ્તિ પર રાહત મળી છે.

અદાણીનો માસ્ટર સ્ટ્રોક : ₹4,000 કરોડમાં અનિલ અંબાણીની પાવર કંપની ખરીદી, વીજ ક્ષેત્રમાં કરી પકડ મજબૂત

ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર લિમિટેડે અનિલ અંબાણીની પેટાકંપની વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડને 4,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. નાદારી પ્રક્રિયા દ્વારા આ 600 મેગાવોટ ક્ષમતા ધરાવતી કંપની સાથે આદાણી પાવરે ડિલ કરી છે.

Anil Ambani’s Richest Things : અનિલ અંબાણીની સૌથી કિંમતી વસ્તુ, જેને તેમણે ગરીબીમાં પણ ન વેચી, કિંમત સાંભળીને ચોંકી જશો

અનિલ અંબાણીની જીવનની વાત કોઈ પીકચર થી ઓછી નથી. 2000 ના દાયકાના અંત સુધીમાં, તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમની પાસે 42 અબજ ડોલરની સંપત્તિ હતી, પરંતુ ખોટા નિર્ણયો, વ્યવસાયને વિસ્તૃત કરવા માટેની ખોટી નીતિઓ અને દેવાની જાળએ તેમને એટલા તોડી નાખ્યા કે તેમની સંપત્તિ શૂન્ય થઈ ગઈ. અનિલ અંબાણીના માથા પર લાખો કરોડ રૂપિયાનું દેવું થતું રહ્યું. કંપનીઓ નાદાર થવા લાગી. 

માંડ ઠેકાણે પડ્યાતા.. અનિલ અંબાણીને ફરી મોટો ઝટકો, SBI એ RCom લોનને છેતરપિંડી જાહેર કરી, જાણો હવે શું થશે

એસબીઆઈએ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ના લોન ખાતાને છેતરપિંડી ગણાવી છે. Rcom દ્વારા લોનનો ઉપયોગ નિર્ધારિત હેતુઓ બદલે સંબંધિત પક્ષોને ચુકવણી અને આંતરિક વ્યવહારોમાં કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

ગુજરાતી એટલે પતી ગઈ વાત….અનિલ અંબાણી હવે વિદેશમાં પાવર બિઝનેસ કરવાની તૈયારીમા, આ શેર સતત કરી રહ્યો છે નફો

રિલાયન્સ પાવરે કુવૈત, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને મલેશિયામાં ગેસ આધારિત પાવર પ્રોજેક્ટ્સ માટે બિડ સબમિટ કરી છે. કંપનીએ તાજેતરમાં ભૂટાનમાં બે મોટા પાવર પ્રોજેક્ટ્સ હસ્તગત કર્યા છે.

ધડાધડ મળી રહ્યા છે GOOD NEWS, સતત ઉંચાઇ પર પહોંચી રહ્યા અનિલ અંબાણીના શેર

ગુરુવારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 52 અઠવાડિયાના નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા. ઇન્ટ્રાડે દરમિયાન BSE પર રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર લગભગ 5% વધીને રૂ. 424 પર પહોંચી ગયા.

Reliance : ગુજરાતીઓ ધંધો કરવામાં પાછળ ના રહે, અનિલ અંબાણીએ એક જ ઓર્ડરમાં કરી નાખી 760 કરોડની કમાણી, શેર બન્યા રોકેટ

અનિલ અંબાણી પોતાના સારા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને વ્યવસાયમાં એક પછી એક સફળતા મળી રહી છે. તાજેતરમાં તેમને 600 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. જેના કારણે તેમની કંપની રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં સારો વધારો જોવા મળ્યો છે અને કંપનીના મૂલ્યાંકનમાં 760 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

Anil Ambani Lifestyle : અનિલ અંબાણી પાસે સૌથી મોંઘી વસ્તુ કઈ ?

જો અનિલ અંબાણી જે ગતિએ પાછા ફર્યા છે તે જ ગતિએ આગળ વધશે, તો તે દિવસ દૂર નથી જ્યારે તેઓ પોતાનું સ્થાન પાછું મેળવશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે, આજે પણ તેમની પાસે એવું શું છે જે સૌથી મૂલ્યવાન અને મોંઘું છે? તો ચાલો જાણીએ?

અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર

DRAL ની સ્થાપના 2017 માં Dassault Aviation અને Reliance Aerostructure સાથે ભાગીદારીમાં કરવામાં આવી હતી. 2019 થી, DRAL એ 100 થી વધુ Falcon 2000 જેટના મુખ્ય ભાગોનું ઉત્પાદન કર્યું છે.

Reliance : કિસ્મતનો ખેલ.. આ બે છોકરાઓએ અનિલ અંબાણીને ઝીરો માંથી બનાવી દીધા હીરો, જાણો કેવી રીતે

છેલ્લા કેટલાક વર્ષોમાં અનિલ અંબાણીનું નસીબ એટલું બધું બદલાઈ ગયું છે કે તેમણે પોતે કોર્ટમાં પોતાની નેટવર્થ શૂન્ય જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હવે જે રીતે તેમની કંપનીઓ શેરબજારમાં તેજીમાં છે, તેના કારણે તેમનું નસીબ ફરી પલટાઈ રહ્યું હોય તેવું લાગે છે. 29 અને 33 વર્ષના આ બે છોકરાઓએ આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ચાલો જાણીએ કે તેઓ કોણ છે?

Mukesh Ambani House : હવે તમે પણ અંદર જઈને જોઈ શકશો મુકેશ અંબાણીનું ઘર, ફક્ત 2 રૂપિયા છે એન્ટ્રી ટીકિટ

Mukesh Ambani: આ ઘરનું ઘણી વખત નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ મૂળ રચના સાચવવામાં આવી છે. આ સ્મારકમાં પગ મૂકતાની સાથે જ તે તમને જૂના સમયમાં લઈ જાય છે.

Reliance Group : રોકાણકારો માલામાલ, અનિલ અંબાણીએ મોટાભાઇ મુકેશ અંબાણીને છોડ્યા પાછળ, જાણો કેવી રીતે

આ સમયે અનિલ અંબાણી સફળતાના રથ પર સવાર હોય તેવું લાગે છે. તેમની કંપનીઓના શેર શાનદાર વળતર આપી રહ્યા છે. બીજી તરફ, મુકેશ અંબાણીની કંપની નુકસાન કરી રહી છે.

અનમોલે બદલ્યું પિતા અનિલ અંબાણીનું નસીબ, સાબિતી જોઈએ તો જુઓ આ આંકડા

2020માં અનિલ અંબાણીએ બ્રિટિશ અદાલતમાં બેંકરપ્ટ જાહેર કર્યું હતું, પરંતુ તેમના પુત્ર અનમોલ અંબાણીએ રિલાયન્સ ગ્રુપને સંકટમાંથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

ડિફેન્સ સેક્ટરમાં અનિલ અંબાણીની મોટી ડીલ, હથિયારો બનાવે છે કંપની, શેર ખરીદવા પડાપડી

અનીલ અંબાણીની કંપનીએ ડિફેન્સ સેક્ટરમાં મોટી ડીલ વિશે માહિતી આપી છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પ્રમોટેડ રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ (રિલાયન્સ ડિફેન્સ) અને જર્મનીના ડસેલડોર્ફ સ્થિત રેઇનમેટલ એજીએ દારૂગોળા ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.

g clip-path="url(#clip0_868_265)">