Jamnagar: જામનગરમાં 4 હજારથી વધારે વૃક્ષો અને છોડને વાવી કરવામાં આવશે જતન, જુઓ Photos
જામનગરમાં શ્રી રામચંદ્ર મિશન અને હાર્ટફુલનેસ ઈસ્ટીટયુટ હૈદરાબાદની સંસ્થા દ્વારા પર્યાવરણના જતન અને રક્ષણ માટેની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ કમલેશ પટેલ દ્વારા દેશભરના 400 શહેરમાં 100 એકરમાં વૃક્ષોને વૈજ્ઞાનિક રીતે વાવી, તેને ઉછેર અને જતન કરવાનો સંકલ્પ કર્યો છે. જેના ભાગ રૂપે ગુજરાતના જામનગર માંથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક એકરમાં 4 હજાર સુધીના વૃક્ષો અને છોડનું વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.

જામનગર શહેરના અન્નપુર્ણા ચોક પાસે આવેલા મહાનગર પાલિકાના બાગ-બગીચા માટે રહેલી જગ્યાને સંસ્થાને વૃ્ક્ષો ઉછેર માટે આપવામાં આવી છે.જે પ્લોટ જુલાઈ 2023ના શ્રી રામચંદ્ર મિશન ટ્રસ્ટને મળતા ત્રણ વર્ષ સુધી જગ્યામાં વૃક્ષોને વાવીને જતનની જવાબદારી સ્વીકારી છે.

જમીન સંસ્થાને મળતા સંસ્થા દ્વારા માત્ર વૃક્ષોને વાવેતર નહી, પરંતુ વૈજ્ઞાનિક રીતે વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કર્યો છે. જેના માટે પહેલા જમીન, માટી, પાણી સહીતના રીપોર્ટ કરવામાં આવ્યા છે.ભારતભરના 11 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોએ આ જગ્યાની મુલાકાત લઈને સ્વયંસ્વકોને માહિતી,માર્ગદર્શન અને તાલીમ આપી છે.જે મુજબ જ વૃક્ષનો વાવેતર અને ઉછેર કરવામાં આવે છે.

વર્ષોથી કાર્યરત સંસ્થામાં શ્રી રામચંદ્ર મિશન જામનગરમાં પ્રમુખ સચીન વ્યાસે આ પ્રોજેકટ માટે મહાનગર પાલિકા પાસેથી જમીનની માંગણી કરી હતી. બાગ-બગીચા માટે અનામત ત્રણ જગ્યાઓ સંસ્થાને અપવાનો નિર્ણય થયો. જે પૈકી એક જમીન મહાનગર પાલિકાએ આપી.જે મળતા ત્યાં સંસ્થા દ્વારા વૃક્ષોનું વાવેતર વૈજ્ઞાનિક રીતે શરૂ કરવામાં આવ્યુ. સંસ્થાને પુનિત લાલ અને અરવિંદ લીમીટેડ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

સંસ્થામાં સંક્ળાયેલા આશરે 400 જેટલા લોકો પૈકી 40 સ્વયંસેવકોએ સંસ્થાના સંકલ્પ માટેની કામગીરી શરૂ કરી છે.જયાં ડોકટર, વકીલ, ચાર્ટડએકાઉન્ટન્ટ, શિક્ષક, સરકારી અધિકારી, ઉધોગપતિ, વેપારી, બીલ્ડર, આર્કિટેક, સહીતના જુદા-જુદા વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત લોકો અહી કલાકો સુધી શ્રમદાન કરે છે. કેટલાક સ્વયંસેવકો પરિવાર સાથે પર્યાવરણ સેવા માટે શ્રમદાન કરે છે.

માત્ર વૃક્ષોના વાવેતર નહી, પરંતુ કૃષિ વિજ્ઞાન આધારીત તેનું વાવેતર કરવામાં આવે છે.માત્ર એક ફુટ ખાડો નહી પરંતુ વધુ જગ્યામાં ખાડા ખોદવા માટે જેસીબી જેવા મશીનરીનો ઉપયોગ કરાયો.બાદ જમીનની નીચેની માટીની ઉપર અને ઉપરની માટીને અંદર રાખવામાં આવી.સાથે લાકડીને આધાર મુકીને છોડ મુકવામાં આવ્યા.તેમજ કાપડની દોરીને છોડ સુધી મુકીને જમીનની બહાર રાખને તેમાં પાણીની બોટલ મુકી. વાવાજોડા વખતે પડેલા વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરાયો.