Ahmedabad :  કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું, વાહનચાલકોમાં ભયનો માહોલ, જુઓ Video

Ahmedabad : કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું, વાહનચાલકોમાં ભયનો માહોલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2025 | 12:14 PM

રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે તોફાન મચાવ્યું છે. બેફામ બનેલા શખ્સે જાહેર રોડની વચ્ચો વચ સુઈ ગયો હતો.

રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે તોફાન મચાવ્યું છે. બેફામ બનેલા શખ્સે જાહેર રોડની વચ્ચો વચ સુઈ ગયો હતો. કુબેરનગર પોલીસ ચોકી નજીકની જાહેર રોડ પર શખ્સે સુઈ અને તોફાન મચાવ્યા બાદ રસ્તા પર તોડફોડ કરી હતી. બેફામ બનેલા શખ્સને લઈને રોડ પરથી પસાર થતાં લોકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

મેઘરજમાં થયુ હતુ જૂથ અથડામણ

બીજી તરફ આ અગાઉ અરવલ્લીના મેઘરજમાં 2 જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જૂથ અથડામણમાં ટોળાએ 1 કારના કાચ તોડ્યા હતા. જ્યારે સામ સામે પથ્થરમારામાં એક હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં આવેલા પોલીસ મથકની ટીમોને પણ મેઘરજમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">