10 જાન્યુઆરીના મહત્વના સમાચાર : આસારામ દુષ્કર્મ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપી 10 વર્ષે ઝડપાયો
આજે 10 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
બાળકોને સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત કરાશે. ભારતમાં સૌપ્રથમ ગુજરાત સરકાર લાવશે ગાઇડલાઇન. ટૂંક સમયમાં જાહેર કરશે પરિપત્ર. અમરેલીમાં બનાવટી લેટરકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું. કોંગ્રેસના નેતાઓએ ભાજપ તથા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતી ગાયક કલાકારો વચ્ચે વકર્યો વિવાદ. કલાકાર સાગર પટેલે લગાવેલા આરોપોને કાજલ મહેરિયાએ ફગાવ્યા. તો બ્રિજરાજ ગઢવીની દેવાયત ખવડને ખુલ્લી ચેતવણી. રાજકોટમાંથી ઝડપાયો 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો. શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પર SOGના દરોડા. ઉત્તરાયણ પહેલા કરુણાંતિકા. રાજકોટમાં પતંગ લેવા જતાં 11 વર્ષીય બાળક થાંભલા પર થયો ભડથું. તો સુરતમાં પણ કરંટ લાગતા 13 વર્ષીય બાળકનું મોત. પંચમહાલની DEO કચેરીમાં વાનરનો આતંક. સરકારી કર્મચારી સહિત 7 લોકો પર કર્યો હુમલો. લોકોમાં ભયનો માહોલ.
LIVE NEWS & UPDATES
-
રાજકોટના કાલાવડ રોડ પર કારચાલકે અનેક વાહનોને ઉડાડ્યા
કાલાવડ રોડ પર બેફામ કારચાલકનો આતંક રહ્યો છે. 1 કાર, 1 રિક્ષા અને બાઈકને અડફેટે લીધુ છે. કારચાલક ડોક્ટર રાજ ગામી નશામાં હોવાનું સામે આવ્યું છે. જો કે આ આતંકમા એક મહિલા સહિત ત્રણ લોકોને સામાન્ય ઈજા થવા પામી હતી. પોલીસે કારચાલકનો પીછો કરીને પકડ્યો હતો. એવુ કહેવાય છે કે, કાર ચાલક નશાની હાલતમાં હતો.
-
અમદાવાદના મેમ્કોમાં અસામાજિક તત્વોનો આતંક, પાર્ક કરેલ વાહનોમાં કરી તોડફોડ
અમદાવાદના મેમ્કોમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કેટલાક અસામાજિક તત્વોએ સંખ્યાબંધ વાહનોની તોડફોડ કરી હતી. મેમ્કો ઓવરબ્રિજની નીચે પાર્ક કરેલા વાહનોમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ખાસ કરીને રીક્ષા, ટેમ્પો સહિતના વાહનોમાં તોડફોડ કરી છે. વાહનોની તોડફોડ કરનાર વિરુદ્ધ શહેર કોટડા પોલીસે ગુનો નોંધ્યો છે. વાહનોની તોડફોડ કરનાર આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ આ સ્થળે આજ રીતે વાહનોની તોડફોડ કરવામાં આવી હતી.
-
-
અમદાવાદના મણિનગર આવકાર હોલ પાસે મોબાઈલના ટાવર પર એક વ્યક્તિ ચઢી ગયો
અમદાવાદના મણિનગર આવકાર હોલ પાસે મોબાઈલના ટાવર પર એક વ્યક્તિ ચઢી ગયો છે. ઘટનાની જાણ થતા સ્થાનીક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક અસ્થિર મગજનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. સ્નોરકેલની મદદથી વ્યક્તિને નીચે ઉતારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આસપાસ લોકોના ટોળા જામ્યા છે. યુવકે લોકોમાં કુતૂહલ જગાડ્યું છે. મોબાઈલ ટાવર પર ચડેલ વ્યક્તિ, ટાવર ઉપર જઈને સૂઈ ગયો હોવાનું લોકોનું અનુમાન છે.
-
ગોધરામાં 17 જણાને બચકા ભરનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો
પંચમહાલના ગોધરા શહેરમાં કપિરાજે આતંક મચાવી દીધો હતો. કપિરાજે ગોધરાના 17 લોકોને અચાનક આવીને બચકા ભરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. ગોધરામાં આતંક મચાવનાર કપીરાજને બેભાન કરવા માટે છોટાઉદેપુરથી વન વિભાગની વધુ એક ટીમને ટ્રાન્કવીલાઈઝર ગન સાથે બોલાવાઇ હતી. કપીરાજ ને પકડવા માટે ગોધરા વન વિભાગની ટીમ સાથે છોટાઉદેપુર વન વિભાગની ટીમ પણ જોડાઈ હતી. ત્યારબાદ ભારે ધમાલ મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો હતો. ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારના મકાનના ધાબા પરથી આતંક મચાવનારા કપિરાજને પકડી લેવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા, આતંક મચાવનારા કપિરાજને ટ્રાન્કવિલાઈઝર ગન વડો 4 થી 5 ઇન્જેક્શન આપીને કપિરાજને બેભાન કરી પકડી લેવામાં આવ્યો હતો.
-
આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપી 10 વર્ષે ઝડપાયો
આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કેસના આરોપી 10 વર્ષ બાદ પોલીસને હાથ લાગ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે, આસારામ બળાત્કાર કેસના સાક્ષી એવા અમૃત પ્રજાપતિની હત્યા કરનારા આરોપીને 10 વર્ષ બાદ કર્ણાટકની ઝડપી પાડ્યો છે. રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી લીધો છે.
-
-
સુરતના માંગરોળના પીપોદરા ગામ પાસે ડમ્પર અને ટેન્કર વચ્ચે અકસ્માત, નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ
માંગરોળના પીપોદરા ગામ પાસે ડમ્પર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે નેશનલ હાઇવે થયો બ્લોક ત્રણ કિલોમીટર થી વધુનો ટ્રાફિક જામ થયો છે. ટ્રાફિકને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થળ પર દોડી ગયેલ NHAI અને જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમે હાઇવે પર ટ્રાફિક હળવો થાય એ દિશામાં કામગીરી હાથ ધરી છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ના થતા સૌ કોઈ એ રાહતનો શ્વાસ લીધો છે.
-
ધંધુકા રાણપુર ફાટક નજીક ડમ્પરની અડફેટે યુવાનનુ મોત
ધંધુકાના રાણપુર ફાટક નજીક ડમ્પરની અડફેટે આવેલ યુવાનનુ મોત થયું છે. મારુતિ કૃરિયર સર્વિસનું કામ કરતા યુવાનનું મોત નિપજ્યું છે. શહેરી વિસ્તારમાં પણ બેફામ બનીને ડમ્પરો દોડી રહ્યાં છે જેની સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. થોડા સમય પહેલા ખરડના આશાસ્પદ યુવાનને ડમ્પરે કચડયો હતો.
-
ઉત્તરાયણ પર્વે ગુજરાત આવશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
ઉત્તરાયણ પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત અમદાવાદ આવશે. તેઓ તેમના મતવિસ્તારમાં અનેક કાર્યક્રમોમાં હાજર રહેવા ઉપરાંત પતંગ પણ ચગાવશે. તો વાસી ઉત્તરાયણના દિવસે માણસા અને કલોલમાં અનેક વિક્સાકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.
-
ABVPના અધિવેશનમાં ગુજરાત યુનિ.ના કુલપતિ ઉપસ્થિત રહેતા વિવાદ
ABVPના અધિવેશનમાં ગુજરાત યુનિ.ના કુલપતિ ઉપસ્થિત રહેતા વિવાદ સર્જાયો છે. NSUI ના કાર્યકરોએ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ઉપસ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. NSUI ના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં ABVPનો ખેસ મૂકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. કુલપતિનુ પદ, બંધારણીય હોદ્દો હોવાથી આ પ્રકારના કોઈ જ કાર્યક્રમમા હાજર ના રહી શકે. શુ આવતીકાલે NSUI પ્રેરિત કોઈ કાર્યક્રમ યોજાય તો કુલપતિ હાજરી આપશે ખરા ? તેવો પ્રશ્ન પણ એનએસયુઆઈએ પુછ્યો છે.
-
ગુજરાતભરમાં ઉત્તરાયણ નિમિત્તે કાચ પાયેલી દોરી, ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી પર પ્રતિબંધ
ઉત્તરાયણને લઈને મોટા સમાચાર ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારે હુકમ પાલનની પ્રતિબધ્ધતા દર્શાવીને, આગામી 13 જાન્યુઆરી સુધીમા ઠોસ અને અસરકારક પગલા લેવા કોર્ટમાં ખાતરી આપી છે. આ કેસની વધુ સુનવણી આગામી 13 જાન્યુઆરીએ થશે.
-
પંચમહાલ છ કપિરાજે 17 લોકોને પહોંચાડી હતી ઇજા
પંચમહાલઃ ગોધરામાં આતંકી કપિરાજને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરાઇ છે. વન વિભાગ અને પશુપાલન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ઇન્જેક્શન દ્વારા કપિરાજને બેભાન કરી ઝડપી લેવાશે. છેલ્લા 3 દિવસથી DEO કચેરી અને ગોધરાના વિવિધ વિસ્તારોમાં કપિરાજે આતંક મચાવ્યો છે. કપિરાજે 17 લોકોને ઇજા પહોંચાડી હતી.
-
અમદાવાદ: થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થિનીનું મોત
અમદાવાદ: થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થિનીનું મોત થયુ છે. ધોરણ-3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત થયુ છે. શાળામાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો થયો હતો. દુખાવો થયા બાદ બાળકી ખુરશી પર ઢળી પડી હતી. વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઇ હતી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી છે. પોલીસે શાળાએ પહોંચી CCTV મેળવી તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદમાંથી ફ્લાવર શોની નકલી ટિકિટ મળી આવી
અમદાવાદઃ ફ્લાવર શો જોવા જનારા સાવધાન થઈ જાય. અમદાવાદમાંથી ફ્લાવર શોની નકલી ટિકિટ મળી આવી. રુ. 70ના દરની 27 અને રુ. 100ના દરની 25 ટિકિટ મળી આવી છે. અસલી ટિકિટ જેવી પ્રિન્ટ કરેલી ટિકિટ મળી આવી. ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસે પ્રિન્ટ કરેલી 52 ટિકિટ મળી.
-
રાજકોટ: ધોરાજી નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી
રાજકોટ: ધોરાજી નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરાઇ. ધોરાજીના ગેલેક્સી ચોકથી સ્ટેશન રોડ સુધી દબાણ હટાવાયા છે. બાવલા ચોકમાં ફૂટપાથ પર થયેલા દબાણ પણ હટાવાયા છે. 100 જેટલા ગેરકાયદે કેબિન, લારી અને હોર્ડિંગ દૂર કરાયા છે. ડેપ્યુટી કલેક્ટર, પોલીસ, મામલતદાર અને ચીફ ઓફિસરની હાજરીમાં કામગીરી કરવામાં આવી છે.
-
સુરત: નવી સિવિલમાં ઇન્ટર્ન તબીબનો આપઘાત
સુરત: નવી સિવિલમાં ઇન્ટર્ન તબીબે આપઘાત કર્યો છે. 24 વર્ષીય જાનવી નામની યુવતીએ ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં હતી. યુવતીની ચિંતાની જાણ થતા દવાઓ ચાલુ કરાઇ હતી. યુવતીના મોતને લઇ પરિજનોમાં શોકનો માહોલ છે.
-
મહેસાણા : લૂંટ વિથ મર્ડર કેસમાં 2ની ધરપકડ
મહેસાણા: દેવું ચૂકવવા ગાડીની લૂંટ કરી ચાલકની હત્યા મામલામાં પોલીસે બાતમીના આધારે 2 આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ ઇકો ગાડીની લૂંટ કરી ચાલકની હત્યા કરી હતી. ઠાકોર વિપુલ અને નિલેશ નામના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શખ્સોએ સિદ્ધપુરના દેથલીથી ગાડી ભાડે લીધી હતી. ઊંઝાના ટુંડાવથી અમૂઢ રોડ પર ચાલકને છરી મારી દીધી હતી.
-
મેરઠમાં સામૂહિક હત્યાકાંડથી હાહાકાર
મેરઠમાં સામૂહિક હત્યાકાંડથી હાહાકાર મચ્યો છે. એક જ પરિવારનાં 5 સભ્યોની હત્યાથી ચકચાર મચ્યો છે. લિસાડીગેટના સોહેલ ગાર્ડનમાં ઘટના બની છે. પરિવારના પાંચેય સભ્યોની ગળું કાપેલી હાલતમાં લાશ મળી છે. પરિવારનાં ત્રણ બાળકોની કરપીણ હત્યા થઇ છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે.
-
અમદાવાદમાં HMPV વાયરસનો કેસ નોંધાયો
અમદાવાદમાં HMPV વાયરસનો કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરમાં 80 વર્ષીય વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધને સારવાર માટે ગુરુકુળ રોડની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રખાયા છે. વૃદ્ધને લાંબા સમયથી અસ્થમાની બીમારી હોવાનું સામે આવ્યું છે. દર્દીની વિદેશ પ્રવાસની કોઈ હિસ્ટ્રી નથી. હાલ તબિયત સુધારા પર હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે.
-
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે. કુંભમાં 40 સ્થળોએ શરૂ કરવામાં મહાપ્રસાદ સેવા આવશે. મહાપ્રસાદમાં 50 લાખ જેટલા ભક્તોને મફત ભોજન મળશે. મહાપ્રસાદ સેવા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ભોજન માટે મેળા વિસ્તારમાં 2 વિશાળ રસોડા તૈયાર કરાયા. કુંભના મેળામાં 40 સ્થળો પર ભક્તો માટે ભોજન સુવિધા ઉભી કરાશે.
-
વડોદરા: રેલવે સ્ટેશન પર બનશે ડિજિટલ લોન્જ
વડોદરા: રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જ બનશે. યાત્રીઓને એરપોર્ટ જેવી સુવિધા રેલવે સ્ટેશન પર જ મળશે. લોન્જમાં એક સાથે 25થી વધુ યાત્રિકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે. મુંબઇની સાથે વડોદરામાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. ભારતીય રેલવેમાં લોન્જનો પ્રથમ કોન્સેપ્ટ પ્રસ્તાવ બોર્ડમાં મોકલાશે.
-
ફ્લાવર શોની અવધી લંબાવવાનો નિર્ણય
અમદાવાદ મહાનગર પાલિકા આયોજીત ફ્લાવર શોની અવધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરી ફ્લાવર શોની અંતિમ તારીખ હતી જેમાં હવે બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે 24 જાન્યુઆરી સુધી ફ્લાવર શોની રંગત જામશે. ફ્લાવર શોને જબરો પ્રતિસાદ મળતા હવે ફ્લાવર શોમાં પ્રિ-વેન્ડિંગ અને ફિલ્મ પણ શૂટ કરી શકાશે. પ્રિ-વેન્ડિંગ શૂટ માટે 25 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે ફિલ્મ શૂટિંગ માટે એક લાખ રૂપિયા ફી નક્કી કરાઈ છે. ફી ભર્યા બાદ પ્રિ-વેન્ડિંગ શૂટ અને ફિલ્મ શૂટિંગ માટે સમય સ્લોટ ફાળવવામાં આવશે.
-
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ મળ્યા છે. ઉત્પલ જોષી બન્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બન્યા છે. ઉત્પલ જોષીગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. ફિઝીક્સ વિભાગના પ્રોફેસર તરીકે ઉત્પલ જોષી ફરજ બજાવે છે.
Published On - Jan 10,2025 8:01 AM