યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ

10 Jan 2025

Pic credit - Freepik

બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી યામી ગૌતમ અને દિગ્દર્શક આદિત્ય ધરના ઘરે ગત અક્ષય તૃતીયા એટલે કે 10 મે 2024ના રોજ એક પુત્રનો જન્મ થયો હતો.

આ ખુશખબર તેમના ચાહકો સાથે શેર કરતી વખતે, બંનેએ તેમના પુત્રનું નામ પણ જાહેર કર્યું અને કહ્યું કે તેઓએ તેમના નાના રાજકુમારનું નામ 'વેદાવિદ' રાખ્યું છે.

'વેદવિદ' ના અર્થ વિશે વાત કરીએ તો, તે એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ એવો થાય છે કે જેને બધા વેદોનું જ્ઞાન હોય.

તમને જણાવી દઈએ કે, 'વેદવિદ' બે શબ્દોને જોડીને (વેદ અને વિદ)બનેલું છે અને તે ભગવાન વિષ્ણુનું નામ પણ છે.

ફેન્સને પણ અભિનેત્રીના પુત્રનું નામ ખૂબ પસંદ આવ્યું. પુત્રને આ ખાસ નામ આપવા બદલ યામી અને આદિત્યની પણ ઘણી પ્રશંસા થઈ. 

પરંતુ દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે તેણે આ નામ કેમ રાખ્યું? યામીએ ખુદ આ વાતને લઈને ખુલાસો કર્યો છે.

યામીએ જણાવ્યું કે તેના પુત્ર માટે આ નામ તેના પતિ આદિત્ય દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. ઘણા લોકોની સલાહ લીધા બાદ આદિત્યએ પોતાના રાજકુમારનું નામ 'વેદાવિદ' રાખવાનું નક્કી કર્યું હતું.

તેમના કહેવા પ્રમાણે, આદિત્યએ આ નામ ખૂબ સંશોધન પછી નક્કી કર્યું હતું અને કહ્યું હતું કે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવનું નામ પણ 'વેદવિદ'હોય છે.

આ સ્થિતિમાં આદિત્યને આ નામ ખૂબ જ પસંદ આવ્યું અને બંનેએ આ નામ તેમના પુત્રને આપ્યું.