સમગ્ર ગુજરાતમાં વરસાદે સર્જી તારાજી, જુઓ ધોધમાર વરસાદના Photos

Monsoon in gujarat: આજે પણ સમ્રગ ગુજરાતમાં ધોધમાર વરસાદની સ્થિતી યથાવત રહી છે. રાજ્યના અનેક જીલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 8:25 PM
મધ્ય ગુજરાતમમાં મેઘો અનાધાર :  રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં પડ્યો હતો. બોડેલીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે.

1 / 5
છોટા ઉદેપુર જિલ્લાના ઢોકલિયા ગામમાં મકાનોમાં પાણી આવી જતા લોકો જીવ બચવવા માટે છત ઉપર ચઢ્યા હતા. પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર  ટ્રેન ધોધમાર વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.

2 / 5
અમદાવાદ શહેરમાં  ભારે બફારા બાદ મોડી સાંજે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી  છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ગોતા, ચાંદખેડા, ત્રાગડ, વેજલપુરમાં  ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.

3 / 5
સુરતના ચીખલી ગામમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ લીધુ છે. કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી છે. વલસાડની ઔરંગા નદી  માં પૂર આવતાં નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

4 / 5
રાજકોટ શહેરમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપલેટા, જામકંડોરણામાં પણ સારો વરસાદ વરસ્યો છે. રાજકોટ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા તળાવ જેવા બન્યા હતા. જેના પગલે રાજકોટ જિલ્લાના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. ભાદર 2 ડેમ  70 ટકા જ્યારે ફોફળ ડેમ  90 ટકા ભરાઇ ગયો છે. જેના પગલે નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ધોરાજીથી પોરબંદર સુધીના ભાદર કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">